ગોંડલના પાંચ કારખાનામાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી
ટોળકીના પાંચ સભ્યો સીસીટીવીમાં કેદ, કશું હાથ ન લાગતા કબાટ-તિજોરીમાં તોડફોડ
ગોંડલ નાં જામવાડી જીઆઇડીસી ખાડિયા વિસ્તારમાં આવેલા ઉર્જા - 5 ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં ચડી બનીયન ગેંગ દ્વારા પાંચ કારખાના અને ગોડાઉનમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે.બનાવના પગલે પોલીસ તંત્રએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. તસ્કરોને વધુ મુદામાલ હાથ ન લાગતાં કારખાનામાં રહેલા કબાટ અને તિજોરીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જોકે બનાવ અંગે પોલીસ ફરિયાદ થવા પામી નથી.
પ્રાપ્ત વિગતો મુજબ ખાડિયા વિસ્તારમાં ઉર્જા - 5માં ગત મોડી રાત્રીના એક સાથે 5 જેટલા ગોડાઉન અને કારખાનામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગના પાંચ જેટલા શખ્સ ત્રાટક્યા હતા અને ચોરીનો પ્રયાસ કર્યો હતો.જેમાં ભૂમિ ઈન્ડસ્ટ્રીઝ, સનલાઈટ એગ્રી, મારૂૂતિ ઈન્ડસ્ટ્રીઝ, વિનાયક એન્ટરપ્રાઈઝ, કલ્પારિય રીસાયકલિંગ નામના કારખાનાનો સમાવેશ થાય છે.
આ ગેંગને ચોરીમાં ધારી સફળતા ન મળતાં કારખાનામાં ક્યાંક શટર, તિજોરી, ઓફિસના દરવાજા અને ચાલુ ઈઈઝટ તોડીને નુકશાન કર્યું હતું અને થોડી રોકડ રકમની ચોરી કરી હતી.ખાડિયા વિસ્તારમાં મહિના અગાઉ પણ આવી ગેંગ ત્રાટકીથતી તાલુકા પોલીસ અને કઈઇ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે આ શખ્સોની ઓળખ મેળવીને તેમનું પગેરું દબાવવા હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ખાડિયા વિસ્તારમાં એક મહિના પહેલા ચડ્ડી-બનિયાનધારી ગેંગના શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપવા જતા હાથમાં કાચ લાગતા લોહી લુહાણ હાલતમાં એક શખ્સ ભાગી નીકળ્યો હતો.
ફરી એકવાર ગેંગ દ્વારા જામવાડી જીઆઇડી ખાડીયા વિસ્તાર ને નિશાન બનાવાયુ છે.