આરોપીઓ સાથે વિમાનમાં ગોવા જલ્સા કરનાર લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારી સસ્પેન્ડ
ફોટાના આધારે ગુનેગારો સાથે સંબંધ હોવાની બાબત સાબિત થઇ : બે મહિના પહેલા જવાબ રજૂ કરવાની નોટિસ અપાઇ હતી
જિલ્લામાં પોલીસ દ્વારા એક પછી એક દરોડા કરાઈ રહ્યા છે બીજી બાજુ એસએમસી પણ સક્રિય છે. ત્યારે ગુનેગારો સાથે સબંધ કે સાંઠગાંઠ રાખનાર પોલીસ કર્મચારીઓની જિલ્લા બહાર તો બદલી કરાય છે પરંતુલીંબડી પોલીસના 5 કર્મીને સસ્પેન્ડ કરાયાની વાતો વહેતી થતા ખળભળાટ મછ્યો છે.
આરોપીઓ સાથે ઘરોબો રાખવાને કારણે લીંબડીના 5 કર્મચારીને ડિસમિસ કરી દીધાના મેસેજ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરતા થઇ ગયા છે.
પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે એલસીબીએ મે 2023માં સૌકામાં જુગારનો દરોડો પાડ્યો હતો. જ્યાંથી 38 જુગારી, 24 લાખના મુદ્દામાલ સાથે પકડાયા હતા. આટલો મોટો જુગાર રમાતો હોય અને લીંબડી પોલીસને ખબર ન પડે તે ગંભીર બાબત સમજીને પીએસઆઇ સહિત અલગ અલગ સમયે 11 જેટલા પોલીસ કર્મચારીને સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં પરંતુ ગુનેગારો સાથે લીંબડી પોલીસ ગોવા ફરવા માટે પણ ગયા હતા અને તેના ફોટા પણ ફરતા હતા.
જેમાં તપાસ બાદ આરોપીના ગુનેગારો સાથે સંબંધ હોવાની બાબત સાબિત થઇ હોવાનું કહેવામાં આવે છે. આથી ડીજીપીએ 5 પોલીસ કર્મચારીને ડિસમિસ કરી દીધા છે.સુરેન્દ્રનગર ડીઆઇજી ડો.ગિરિશકુમાર પંડ્યાએ જણાવ્યું કે 2 મહિના પહેલા લીંબડીના પોલીસ કર્મીઓને જવાબ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.પરંતુ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાના ઓફિશિયલી સમાચાર કે પત્ર મળ્યો નથી.