રાણાવાવમાં સગા ત્રણ ભાઇ ઉપર પાંચ પિતરાઇનો જીવલેણ હુમલો
રાણાવાવમા ઘર પાસેથી માટી અને રેતી કાઢવાની ના પાડયાનો ખાર રાખી કાર અને બાઇકમા ધસી આવેલા પાંચ શખ્સોએ સગા 3 ભાઇ પર કુહાડી, છરી અને લાકડી વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાણાવાવમા આવેલા આટીવારા નેશમા રહેતા નાથાભાઇ લક્ષ્મણભાઇ ગુરગટીયા (ઉ.વ. ર7) તેનો ભાઇ સરમણ ઉર્ફે નિલેશ લક્ષ્મણભાઇ ગુરગટીયા (ઉ.વ. 36) અને અશોક લક્ષ્મણભાઇ ગુરગટીયા પોતાના ઘર પાસે વાડામા બેઠા હતા ત્યારે થાર કારમા ધસી આવેલા કાકાના દિકરા રમેશ કોલા ગુરગટીયા , સરમણ ભોલા અને કિશોર સાજણ ગુરગટીયા એ કુહાડી, છરી અને લાકડી વડે હુમલો કરી ત્રણેય ભાઇને માર મારી નાસી છુટયા હતા બાદમા અમર પોલા અને ભાયા રૂડા બાઇક લઇને ધસી આવ્યા હતા અને લાકડી વડે માર મારી ભાગી ગયા હતા હુમલામા ગંભીર રીતે ઘવાયેલા નાથા ગુરગટીયા ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો અને આ અંગે હુમલાખોર પાંચેય શખ્સો વિરુધ્ધ રાણાવાવ પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે ફરીયાદમા જણાવ્યા મુજબ સરમણભાઇ ઉર્ફે નીલેશભાઇ ગુરગટીયા એ ઘર પાસેથી જેસીબીથી માટી અને રેતી કાઢતા કાકાના દિકરા રમેશ ગુરગટીયાને ના પાડી હતી. જેનો ખાર રાખી પિતરાઇ ભાઇઓએ કાર અને બાઇકમા ધસી આવી હુમલો કરી માર માર્યો હોવાનુ જણાવ્યુ છે. ફરીયાદના આધારે રાણાવાવ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.