For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેરાવળમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

12:24 PM Dec 13, 2025 IST | Bhumika
વેરાવળમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

ગીર સોમનાથ એલસીબી પોલીસે વેરાવળ શહેરમાં સહયોગ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ જુગારીઓને રૂૂા.1.68 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ગુપ્ત બાતમીના આધારે, પોલીસે વેરાવળના શિવજી નગર, વિસાવડીયા વંડી પાસે આવેલ સહયોગ એપાર્ટમેન્ટના બીજા માળે, બ્લોક નંબર 04 માં રાત્રીના સમયે રેઇડ કરી હતી. ઝડપાયેલા પાંચ શખ્સોમાં (1) કિશન કનુભાઈ પરમાર, (2) દિપક કરમશીભાઇ વાઘેલા, (3) ઘુસાભાઇ ગોબરભાઇ પરમાર, (4) ભીખુભાઈ મનસુખભાઈ રાઠોડ અને (5) જયદીપ દિનેશભાઇ રાઠોડ નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ રૂૂા.48,140 સહિત કુલ રૂૂા.1,68,140 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ વિરુદ્ધ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે કરી હતી.

Advertisement

માથાભારે ઈસમ હદ પાર
સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી, વિનોદ જોષી દ્વારા વેરાવળ તાલુકામાં સતત અસામાજીક પ્રવૃતિ કરનાર તેમજ વેપારી સંવર્ગમાં ભય ફેલાવનાર ઈસમ રઈશભાઈ રજાકભાઈ ચૌહાણ રહે. મોચી બજાર, મુ.વેરાવળને અત્રેના વેરાવળ સબ ડિવિઝન માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે સારૂૂ ગીર સોમનાથ જિલ્લાની હદમાંથી 3 (ત્રણ) માસ માટે હદપાર કરતો હુકમ કરવામાં આવ્યો છે.

આંકડા લેતા ઝડપાયો
વેરાવળ બંદર રોડ ઉપર આવેલ ચા વાળી ગલ્લી માં રવિ જીવાભાઈ ગોહેલ જાહેરમાં વરલીના આંકડા લેતા હોય તેવી બાતમી મળતા તેની તલાશી લેતા રૂૂ. 10,400 રોકડા તથા વરલી મટકાના સાહીત્ય સાથે સર્વેલન્સ સ્કોડ ના ઇન્ચાર્જ પીઆઇ. એ.બી.ગોહેલ એ અટકાયત કરેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement