બીલખાના બેલા ગામે યુવકની હત્યા મામલે દંપતી, બે પુત્ર સહિત પાંચ પકડાયા
બીલખા પાસેના બેલા ગામે યુવકની હત્યા મામલે પોલીસે દંપતી, તેના 2 પુત્ર સહિત 5ની ધરપકડ કરી સ્થળ પર લઈ જઈ ગુનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું. જૂનાગઢમાં ખલીલપુર રોડ ખાતેની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ ભાનુશંકરભાઇ સાંકળીયા, તેના ભાઈ અશ્વિનભાઈ, તેમજ નિતેશભાઈ શનિવારે બીલખાના બેલા ગામે બીલનાથ મહાદેવના મંદીરે પિતૃ તર્પણ વિધિ કરવા ગયા હતા.
તે વખતે અગાઉ થયેલ ઝઘડો અને સામ સામી ફરિયાદનું મનદુ:ખ રાખી બેલાના સંજય ગીરધરભાઇ તેરૈયા, તેની પત્ની જાગૃતિબેન, પુત્રો દર્શન, જીગર, અને ભાઈ દીલીપ ગીરધરભાઇ તેરૈયાએ છરી, લોખંડની ખીલાસ રી, લાકડાના ધોકાથી હુમલો કરી ત્રણેય ભાઇને ગંભીર ઇજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન અશ્વિનભાઈનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટના અંગે બીલખા પોલીસે ભાવેશભાઈની ફરિયાદ લઈ મહિલા સહિત 5 શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન રવિવારે મોડી રાત્રે બીલખા પીએસઆઇ ચુડાસમા અને ટીમે યુવાનની હત્યા કરનાર સંજય ગીરધરભાઇ, તેના પુત્રો દર્શન,, જીગર અને ભાઈ દીલીપ ગીરધરની અને સવારે મહિલાની ધરપકડ કરી હતી. 5 દિવસના રિમાન્ડની માગણી સાથે સોમવારે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા મંગળવાર સુધી 1 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે આરોપીઓને સ્થળ ઉપર લઈ જાય ગુનાનું રિ-ક્ધસ્ટ્રક્શન કરાવ્યું હતું.