ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પાંચ ઝડપાયા

01:11 PM Sep 30, 2025 IST | Bhumika
Advertisement

રૂા.30 લાખના વ્યાજ પેટે 40 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરાતા વેપારીએ આત્મહત્યાની કોશિશ કરેલ

Advertisement

જામનગર માં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા એક યુવાને કોઈ ઝેરી દવા ગટગટાવી લેતાં તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી આ યુવાનના પત્નીએ પોતાના પતિએ જુદા જુદા પાંચ વ્યક્તિ પાસેથી રૂૂ. 30 લાખ અલગ અલગ સમયે વ્યાજે લીધા પછી રૂૂ. 40 લાખ વ્યાજ પેટે ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજ અને મુદ્દલની માગણી કરી પજવણી કરાતી હોવાથી આત્મહત્યાની કોશિષ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ માં પોલીસે આજે તમામ પાંચ આરોપીઓ ની ધરપકડ કરી છે. અને તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક નજીક ગોકુલ દર્શનની શેરી નં.3 માં રહેતા લાલજીભાઈ સવજીભાઈ મારકણા (ઉ.વ.43) નામના યુવાને પોતાના ધંધા માટે કેટલાક સમય પહેલાં મૂળ જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની ધર્મેશ મુળજીભાઈ રાણપરીયા પાસે થી વ્યાજે પૈસા લીધા હતા. તેનું દર મહિને દસથી બાર ટકા જેટલું લાલજીભાઈ વ્યાજ ચૂકવતા હતા.

તે પછી આર્થિક સંકળામણમહ ના કારણે લાલજીભાઈ વ્યાજ ચૂકવી નહિ શકતા ધર્મેશ રાણપરીયા એ તેઓના કારખાને જઈ બ્રાસપાર્ટ બનાવવાના કેટલાક મશીનો બળજબરીથી મેળવી લીધા હતા. આટલે થી ન અટકી લાલજીભાઈ નું અપહરણ કરી તેઓને લોઠીયા ગામમાં લઈ જવાયા હતા. જ્યાં વીસેક દિવસ સુધી આ યુવાનને ગોંધી રાખવામાં આવ્યા હતા. તેઓની પાસે વ્યાજ તથા મુદ્દલ બળજબરીથી કઢાવવા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તે ઉપરાંત લાલજીભાઈએ અન્ય વ્યક્તિ જેઠાભાઈ હાથલીયા પાસે થી પણ વ્યાજે પૈસા લીધા હતા.

તેઓ પણ વ્યાજની ઉઘરાણી કરી રૂૂબરૂૂ અને ફોનમાં ધમકીઓ આપતા હતા. ઉપેન્દ્ર ચાંદ્રા નામના શખ્સ પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા મેળવ્યા હતા. તેનું વ્યાજ ન આપી શકાતા ઉપેન્દ્રએ લાલજીભાઈની મોટર લઈ લીધી હતી. તે ઉપરાંત કિરીટ ગંઢા તથા હરીશ ગંઢા નામના શખ્સો પાસેથી પણ લાલજીભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. આ શખ્સોને પણ વ્યાજ ન આપી શકાતા લાલજીભાઈના ભાણેજ સામે કેસ કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત પાંચેય વ્યક્તિએ અંદાજે રૂૂ. 30 લાખ લાલજીભાઈને વ્યાજે આપ્યા હતા. અને તેની સામે લાલજીભાઈએ રૂૂ. 40 લાખ ચૂકવી આપ્યા હોવા છતાં આ વ્યક્તિઓ વ્યાજ તેમજ મુદ્દલ કઢાવવા બળજબરી કરતા હોવાથી માનસિક ત્રાસ અનુભવતા લાલજીભાઈએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓને સારવાર આપવામાં આવી હતી.

 

ઉપરોક્ત બનાવની તેમના પત્ની સુધાબેને પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.. જેથી પીઆઈ એન.એ. ચાવડા એ અલગ અલગ કલમો હેઠળ ધર્મેશ મુળજી રાણપરીયા, જેઠાભાઈ હાથલીયા, ઉપેન્દ્ર ચાંદ્રા, હરીશ ગંઢા, કિરીટ ગંઢા સામે ગુન્હો નોંધયો હતો અને તપાસ શરૂૂ કરી હતી. દરમ્યાન આજે પાંચેય આરોપીઓ ને પોલીસે ઝડપી લીધા હતા. અને તેમના બે દિવસ ના રિમાન્ડ મેળવાયા છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar newssuicide case
Advertisement
Next Article
Advertisement