કેન્દ્ર સરકારના ઓનલાઇન સટ્ટા પર પ્રતિબંધ મામલે રાજકોટમાં પ્રથમ ગુનો નોંધાયો, ત્રણ ઝડપાયા
મનહરપુરના ત્રણેય શખ્સો એપ્લિકેશનમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમતા’તા
કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સટ્ટા બાજી રમાડતી ગેમ્સ પર અંકુશ લાગુ કરવામા આવેલા ગેમીંગ બીલનાં કારણે ઓનલાઇન ગેમીંગ બિઝનેસને ભારે ફટકો પડયો છે . કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામા આવેલા ઓનલાઇન ગેમીંગ બીલ અસર તમામ ગેમીંગ કંપનીઓ પર થઇ છે લોકસભા અને રાજયસભામા આ બીલને મંજુરી આપતા ડ્રીમ 11, પોકર બાજી સહીતની કંપનીઓને તાળા લાગી ગયા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સટ્ટાબાજી પર પ્રતિબંધ છતા રાજકોટ શહેરમા 3 શખસો ઓનલાઇન વર્લી મટકાનો જુગાર રમતા પકડાયા છે. તેઓ પાસેથી 3 મોબાઇલ જપ્ત કરવામા આવ્યા હતા.
વધુ વિગતો મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ મેઘાણીની રાહબરીમા હેડ કોન્સ એસ બી. જાડેજા, પ્રદિપભાઇ ડાંગર, સહીતનાં સ્ટાફે જામનગર રોડ ઇન્ડીયન આઇઓસી ડીપો સામે ઓનલાઇન એપ મારફતે વર્લી મટકાનાં આકડાનો જુગાર રમતા 3 શખસો જેઓ જામનગર રોડ મનહરપુરમા રહે છે જેઓનાં નામ અનુક્રમે સુમેર સાદીક કુરેશી , અનીલ ઓસ્માણ કુરેશી અને મોહંમદ અલી રફીકભાઇ કુરેશી હોવાનુ જાણવા મળ્યુ છે આ જુગારનાં બનાવમા અનીશ કુરેશી જે વેપારી હોવાનુ જાણવા મળી રહયુ છે. ત્રણેય પાસેથી મોબાઇલ, રોકડ, મોબાઇલ પ્રિન્ટર, કોરા કાગળ સહીત રૂ. રપ હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો છે.