ગોંડલના ખાંડાધારમાં શેઢા તકરારમાં ફાયરિંગ
બન્ને પક્ષે સામેસામે નોંધાવેલી ફરિયાદ, એક ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયો
ગોંડલના ખાંડાધાર ગામે વાડીના રસ્તે ચાલવા બાબતે થયેલ તકરારમાં માથાકુટ થતાં સામા સામી મારામારી થઈ હતી. જેમાં ફાયરીંગ કરવામાં આવ્યું હોય આ જગડામાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે ખાંડાધાર ની સીમ માં વાડી ધરાવતા વલ્લભભાઈ નાજાભાઇ મકવાણાએ તાલુકા પોલીસ માં કરેલ ફરિયાદ માં જણાવ્યુ કે ગત સાંજના બાજુમાં વાડી ધરાવતા અને ગોંડલ ભગવતપરા માં રહેતા દિપકભાઈ મોહનભાઈ ડાભી ના માણસો લાલજીભાઈ તખુભાઇ તથા કિશનભાઇ ટ્રેકટર લઇ ને વાડીએ આવી અમારે વાડી વચ્ચે જે વિવાદ ચાલે છે ત્યા ઉભા રહેતા અમે કહેલ કે રસ્તા અંગે વિવાદ ચાલતો હોય તમે અહીથી ચાલી ના શકો.તેથી બન્ને ટ્રેકટર લઇ જતા રહ્યા હતા.બાદ મા દિપકભાઈ ડાભી બે નાળવાળી બંદુક સાથે વાડીએ આવી અમારી સાથે જગડો કરી કહેલ કે તને ભડાકે દેવોછે.એમ બોલી બંદુક નું નાળચુ અમારા તરફ કરી એક રાઉન્ડ ફાયરીંગ કરતા ગોળી બાજુમાંથી જતી રહેલ બાદ માં હુ અને મારો પુત્ર સુભાષ દોડી ને બંદુક પકડી લીધેલ દરમિયાન વાડીએ દોડી આવેલા મારા પુત્ર સુરેશને દિપકભાઈ ડાભી સાથે જપાજપી થયેલી જેમાં દિપકભાઈ ને માથાનાં ભાગે લાકડીનો ઘા લાગ્યો હતો.બંદુક નો અવાજ સાંભળી આજુબાજુનાં વાડીનાં લોકો દોડી આવી જગડો નહી કરવાનુ કહી છુટા પાડેલ હતા.
બનાવ નાં કારણ માં અમારે તથા દિપકભાઈ ડાભીને રસ્તા બાબતનો વિવાદ ઘણા સમયથી ચાલતો હોય તેનો કોઈ નિર્ણય આવ્યો ના હોય તેમ છતા દિપકભાઈ ડાભીનાં માણસો વિવાદ વાળા રસ્તે ચાલતા હોય ચાલવાની ના કહેતા દિપકભાઈ ડાભીને સારુ નહી લાગતા બંદુક માંથી મારી નાખવાનાં ઇરાદે ફાયરીંગ કર્યુ હતુ. પોલીસે કલમ 109 તથા આર્મ્સ એકટ મુજબ ગેન્હો નોંધી તપાસ હાથ ધરીછે. બીજી બાજુ દિપકભાઈ ડાભીને માથાનાં ભાગે ઇજા થતા ગોંડલ સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.