ભાવનગરમાં મકાનમાં આગ લાગતા સંપૂર્ણ ઘરવખરી, રોકડ તથા દાગીના સળગીને ખાક
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા મંદિર પાસે 25 વારીયા માં આવેલ એક રહેણાંકી મકાનમાં અકસ્માતે આગ લાગતા ઘરમાં રહેલ સર સામાન ઘરવખરી તથા રોકડ રકમ અનાજ દરદાગીના સહિત તમામ વસ્તુઓ બળીને ભસ્મિભૂત થઈ જવા પામ્યું છે આ આગ દરમિયાન બે વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ફુલસર ઠાકર દ્વારા પાસે 25 વારિયામાં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા જીગ્નેશ જેન્તીભાઈ મકવાણા ઉંમર વર્ષ 30 ના મકાનમાં આજે સવારના સમયે વીજ શોક સર્કિટના કારણે આગ લાગતા આ આગે જોતામાં વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું અને ઘરમાં રહેલ તમામ સામાનમાં આગ પ્રસરી હતી જેમાં પડોશમાં રહેતા જગા નારણભાઈ ભરવાડ તથા અલ્પેશ નાનજીભાઈ ડાભી નામના યુવાનો સળગતા મકાનમાં લોકોને બચાવવા જતા આ રૂૂમમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભડકેલી અગર જાળમાં બંને યુવાનો પણ અગનજાળની લપેટમાં આવી જતા દાઝી જવા પામ્યા હતા બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આગના કારણે ઘરમાં રહેલ તમામ સામાન તથા કપડા રોકડ રકમ સોના ચાંદીના દાગીના ઇલેક્ટ્રીક ઉપકરણો સહિત તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સળગીને નાશ પામી હતી અને અંદાજે 3.30 લાખથી વધુ રૂૂપિયા નુકસાન થયું હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું.