સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી ચોરી અંગે 1.31 કરોડનો દંડ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂૂલા ગામે સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ચોરી કર્યાના મુદ્દે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઇંઅઈં ના કોન્ટ્રાકટરને રૂૂ.1.31 કરોડનો દંડ ફટકારતા ચકચાર જાગી છે. સુજલમ સુફલામના નામે સરકારને લાખો રૂૂપિયાની રોયલ્ટીનો ચુનો ચોપડવા માટે ગોઠવાયેલ કૌભાંડ મિડીયા દ્વારા ખુલ્લુ પાડી આ મુદ્દે અહેવાલ પ્રસિદ્ધ કરી જવાબદાર તંત્રને જગાડ્યુ હતુ.
સોમનાથ કોડીનાર નેશનલ હાઇવેનું કામ કરી રહેલ કલથીયા એન્જી. નામની એજન્સી કામ કરેલ અને આ કામમાં નિયત થયેલ બોરોપીટના બદલે નજીકના જ વિસ્તારોમાંથી માટી ચોરી કરી નાખવા માટે સુનિયોજીત કૌભાંડ રચવામાં આવેલ અને સુત્રાપાડા તાલુકાના બરૂૂલા ગામે આવેલ સરકાર તળાવમાંથી ડિસેમ્બરથી માર્ચ સુધી બેફામ રીતે હજારો મેટ્રિક ટન માટીચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.
આ માટી ચોરી કૌભાંડમાં જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારી સાથે સાંઠગાંઠ રચી સુજલમ સુફલામના નામે માટી ચોરીને અંજામ અપાયેલ પરંતુ જુલાઈ માસમાં વરસાદ આવતા તળાવના પાળા ક્ષતિગ્રસ્ત બનતા ભયજનક સ્થિતિમાં આવી જતા બરૂૂલા ગામના ગીર સોમનાથ ભાજપ બક્ષીપંચ મોરચા ના અધ્યક્ષ પ્રો. જીવાભાઈ વાળાએ તંત્રને ફરિયાદ કરી હતી. આ સમયે મિડીયામાં માટીચોરી મુદ્દે અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર પણ હરકતમાં આવ્યુ હતુ. યુદ્ધના ધોરણે તળાવના પાળાની મરામત શરૂૂ કરાતા મોટી દુર્ઘટના બનતી અટકી હતી. આ તળાવ ક્ષતીગરત બનેલ ત્યારે માટીચોરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને નેશનલ હાઇવેના કોન્ટ્રાકટરના પેટામાં માટીકામ માં મોટાપાયે માટીચોરી કરી હોવાનું સામે આવતા આ મામલે સિંચાઈ વિભાગ દ્વારા ખાણ ખનીજ વિભાગને માટી ચોરી અંગે લેખિત જાણ કરી હતી.
આ અંગે કાર્યવાહીની વિગતો આપતા જીલ્લા ભુસ્તરશાસ્ત્રી વિજય સુમેરાએ જણાવેલ કે, જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગના પત્ર અનુસંધાને ગઇંઅઈં ના કોન્ટ્રાકટર કલથીયા એન્જી.ને માટી ચોરી અંગે નોટિસ ફટકારી નિયમ અનુસાર બે સુનવણી રાખી હતી.
જેમાં ત્રીજી સુનવણીમાં કલથીયા એન્જી.ના પ્રતિનિધિ હાજર ન રહેતા આખરે 56 હજાર મેટ્રિક ટન માટી ચોરી મામલે રૂૂ.1 કરોડ 31 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સદરહુ દંડની રકમ આગામી 30 દિવસમાં ભરપાઈ કરવામાં નહીં આવે અથવા અપીલ નહીં કરાઈ તો રેવન્યુ તેમજ ઋઈંછ કરી વસુલાત કરવામાં આવનાર છે.