હપ્તા ભર્યા હોવા છતાં ફાઈનાન્સ કંપનીના માણસોએ કાર પડાવી લીધી
બજાજ ફાઇનન્સ માં નિયમિત હપ્તા ભરતા હોય તેમ છતાં સીજર દ્વારા મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર જપ્ત કરી જે અંગે બજાજ ફાઇનન્સ રાજકોટ પર અરજદાર હરેશ ચાવડા ની કાર જપ્ત કરી છેતરપિંડી કરી તે બાબતે ની ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરાઇ તેમજ કોર્ટ દ્વારા હાજર થવા ફરમાન આ કેસની વિગતો મુજબ અરજદારે બજાજ ફાઇનન્સ લિમિટેડ માથી લોન લીધેલ હતી જે લોન માં અરજદાર દ્વારા નિયમિત દર માસ ના હપ્તા ભરેલ હોય તેમ છતાં બજાજ ફાઇનાન્સ લિમિટેડ ના સીજર રાજદીપ શિહ જાડેજા દ્વારા સુરેન્દ્રનગર પાસે અરજદાર તેમના ઘરના સભ્યો સાથે લગ્ન પ્રસંગે જતાં હોય ત્યારે અરજદાર ની માલિકી ની સ્વિફ્ટ કાર ના ફોટા પાડવા છે તેમ જણાવી આ સીજર દ્વારા તેમના ડેલે અરજદાર ની કાર લઈ જઈ ત્યાથી અરજદાર ને જણાવેલ કે હું તમને સાંજે કાર પરત આપવી દઈસ તેમ જણાવી ને અરજદારની માલિકી ની કાર ખોટી રીતે જપ્ત કરી અરજદાર સાથે છેતરપિંડી કરી જે અંગે ની બજાજ ફાઇનાન્સ રાજકોટ પર અરજદાર હરેશભાઈ ચાવડા એ રાજકોટની ગ્રાહક સુરક્ષા કોર્ટ માં ફરિયાદ દાખલ કરી છે.
આ કામમાં અરજદાર વતી પાર્થ લો ફર્મ ના યુવા એડવોકેટ ગૌરાંગ આર.રાઠોડ અને શૈલેષ આર.વકાતર, કરશન એન.ભરવાડ રોકાયેલ છે.