રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગાયક વિજય સુવાળાના ટોળકી સાથે ભાજપના પ્રદેશ સંયોજક ઉપર ફિલ્મી સ્ટાઇલમાં હુમલો

05:23 PM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમદાવાદમાં ગાયક વિજય સુવાળા સામે પોલીસ ફરિયાદ થઇ છે. જેમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તેમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં 13 લોકો સામે નામજોગ સહિત 50ના ટોળા સામે ફરિયાદ થઇ છે. ભાજપના સંયોજક દિનેશ દેસાઇ (ભુવાજી) ઉપર હુમલો કર્યો ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.

ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ.ભાજપના સંયોજક દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. અગાઉ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને અઅઙ સાથે છેડો આપ્યો હતો. તેઓ છેલ્લા કેટલાક દિવસથી રાજીનામું આપવા અંગે નિવેદન આપી રહ્યા હતા. જોકે બાદમાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું. ત્યારે ગાંધીનગર કમલમ્ ખાતે વિજય સુવાળાને સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

Tags :
BJPcrimeFilm style attackgujaratgujarat newssinger Vijay Suwala
Advertisement
Next Article
Advertisement