For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી, ત્રણ લોકોને ઈજા

11:55 AM Jun 13, 2025 IST | Bhumika
વઢવાણમાં ભૂંડ પકડવા મામલે બે જૂથ વચ્ચે મારામારી  ત્રણ લોકોને ઈજા

વઢવાણના બી-ડિવીઝન પોલીસ મથકની હદમાં જાહેરમાં ભુંડ પકડવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાાતિના બે જુથો વચ્ચે હથિયારો વડે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં બંને જુથો દ્વારા સામ સામે 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

વઢવાણ ઠાકરનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી કરનેલસીંગ રાજુસીંગ ટાંક અને તેમના મોટાભાઈ માનસીંગ તથા તીરથસીંગ ત્રણેય પીકઅપ લઈ ભક્તિનંદન સર્કલથી ઘર તરફ જઈ રહ્યાં હતાં તે દરમિયાન શારદા મંદિર સ્કુલ પાસે અમુક શખ્સો ભુંડ પકડતા હોવાથી ફરિયાદીના ભાઈએ પીકઅપ ઉભી રાખી તેમની પાસે જઈ આ વિસ્તાર ફરિયાદીનો અને તેમના ભાઈનો હોવાથી ભુંડ પકડવાની ના પાડી હતી જે બાબતે ત્રણેય શખ્સોએ એકસંપ થઈ ફરિયાદીને લાકડાના ધોકા, લોખંડનો પાઈપ અને તલવારના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બી-ડિવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો (1) ક્રિપાલસીંગ દારાસીંગ પટવા (2) કલ્લુસીંગ ઉર્ફે રાજકમલસીંગ દારાસીંગ પટવા અને (3) કરણસીંગ હરનમસીંગ પટવા તમામ રહે.વેલનાથ સોસાયટી દાળમીલ પાછળવાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

જ્યારે સામાપક્ષે ક્રિપાલસીંગ દારાસીંગ પટવાએ પણ ત્રણ શખ્સો (1) કરનેલસીંગ રાજુસીંગ ટાંક (2) તીરથસીંગ રાજુસીંગ ટાંક અને (3) માનસીંગ રાજુસીંગ ટાંક ત્રણેય રહે.ઠાકરનગર વઢવાણવાળા સામે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ ત્રણેય શખ્સોએ ભુંડ પકડવાની ના પાડી એકસંપ થઈ ફરિયાદીને લોખંડની ટામી વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી અને પીકઅપ ગાડી પુરઝડપે ચલાવી ફરિયાદીની ગાડી પાછળ અથડાવી નુકશાન પહોંચાડયું હતું તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement