રામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી : પરિણીતા સહિત બે ને ઇજા
શહેરમા મોરબી રોડ પર આવેલ રામાપીર ચોકમા બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી જેમા સામ સામે બંને પક્ષે ઘવાયેલા મહીલા અને યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવાને આક્ષેપ કર્યો છે કે દારૂનાં ગુનામા ઝડપાયેલા ભાણેજનાં જામીન પડયાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ પારેવાડી ચોક પાસે આવેલ મહાત્મા ગાંધી સોસાયટીમા રહેતા સુરભીબેન વિજયભાઇ રાઠોડ નામની ર3 વર્ષની પરીણીતા મધરાત્રે મોરબી રોડ પર રામાપીર ચોક પાસે હતી ત્યારે જયુભા અને દિપક નામનાં શખસે માર માર્યો હતો. વળતા પ્રહારમા મનીષ નટુભાઇ મકવાણા પર વિજય અને સુરભીબેને પાઇપ વડે હુમલો કર્યો હતો. મારામારીમા ઘવાયેલા પરીણીતા અને યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયા હતા.
ઇજાગ્રસ્ત મનીષ મકવાણાની પુછપરછમા દસ દિવસ પુર્વે તેનો ભાણેજ દિપક દારૂ સાથે પકડાયો હતો. તેમા મનીષ મકવાણા જામીન પડયો હતો. જેનો ખાર રાખી દંપતીએ ઝઘડો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.