મંગેતરના પૂર્વ પ્રેમીએ પૈસાની ઉઘરાણીમાં યુવાનને કારમાં ઉપાડી જઇ બેફામ માર માર્યો
રાજકોટ શહેરનાં હોસ્પિટલમા નોકરી કરતા યુવાનને કારમા ઉઠાવી જઇ મંગેતરનાં પુર્વ પ્રેમી સહીત 3 શખસોએ બેફામ માર મારી અને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરતા પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા સુરતનાં આરોપી સહીત ત્રણેયને સકંજામા લેવા તજવીજ શરુ કરવામા આવી છે.
વધુ વિગતો મુજબ મુળ બગસરાના અને હાલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ભાડાનાં મકાનમા રહેતા અજય કેશુભાઇ દાફડાએ પોતાની ફરીયાદમા સુરત કતારગામનાં ધવલ અશોકભાઇ ગોંડલીયા અને તેની સાથે આવેલા બે શખ્સો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે જેમા તેમણે જણાવ્યુ હતુ કે તેઓની સગાઇ બે મહીના પહેલા વિરાણી હાઇસ્કુલ પાસે સર્વોદય સોસાયટી 3 મા રહેતી મોનાલીસા સાથે થઇ હતી . અજય પ્રાઇમ હોસ્પિટલમા ઓટી આસિસ્ટન્ટની પોસ્ટમા નોકરી કરે છે. મોનાલીસાએ અજયને જણાવ્યુ હતુ કે આ સગાઇ પહેલા તેમને સુરતનાં ધવલ સાથે સબંધ હતા. તે દરમ્યાન ધવલે અવાર નવાર તેની પાસેથી રૂપીયા લીધા હતા તે પાછા લેવાનાં બાકી છે. તેમને પૈસા આપવાનુ કહેતા કાઇ જવાબ આપતો નથી અને તેમણે પૈસાની માગણી કરતા રાજકોટ આવવાની વાત કહી હતી.
ત્યારબાદ 4 તારીખે ધવલ રાજકોટ આવ્યો અને ભુતખાના ચોક પાસે ગાડી ઉભી રાખી તેમા અજયને બેસી જવાનુ કહયુ હતુ. અજય આ ગાડીમા બેસી જતા આ ગાડીમા ધવલ સીવાય અન્ય બે વ્યકિત પણ હાજર હતા. ચાલુ ગાડીએ આ બંને શખ્સો બેફામ માર મારતા હતા અને જ્ઞાતી પુછી તમે ફ્રોડ છો તેમ કહી અપમાનીત કર્યા હતા. ત્યારબાદ ભકિતનગર સોસાયટીમા ગાડી ઉભી રાખી ધવલ સહીત બે શખ્સોએ ઢીકા પાટાનાં માર માર્યો હતો. ત્યારબાદ કોઇને કોલ કરી ગાડી થોરાળા વિસ્તારમા લઇ ગયા હતા અને ત્યા એકટીવા વાળા ભાઇ આવેલ અને ગાડીમા આગળ બેસી ગયા હતા. એ લોકો કહેતા હતા કે તુ આ બધુ ફ્રોડ કરે છે. ત્યારબાદ તેમને અજયે બનાવ બાબતે વાત કરી હતી. તેથી તેઓ થોરાળા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા પરંતુ બનાવ ભકિતનગર પોલીસ સ્ટેશનમા બનેલ હોય જેથી ભકિતનગર પોલીસે ધવલ સહીત 3 સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે .