ભેંસાણમાં પ્રેમપ્રકરણ મામલે બે પરિવાર વચ્ચે બઘડાટી: વૃદ્ધની હત્યા
ભેંસાણમાં પ્રેમ પ્રકરણ મુદે બે પરિવાર વચ્ચે થઈ હતી. જેમાં એક વૃદ્ધની હત્યા થતા પોલીસે નવા કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ભેસાણમાં સોવારીયા પ્લોટમાં રહેતા લખનનાથ ઝવેરનાથ ડાંગરનો પુત્ર યોગેશ પાડોશમાં રહેતા પ્રવીણભાઈ મૂળજી સોલંકીની ભત્રીજીને ભગાડી ગયો હતો.
મંગળવારની સાંજે રાહુલ લખનનાથ, લખનનાથ ઝવેરનાથ, સાગર રામજી, સંજય રામજી, રાહુલની માતા ગીતાબેન લખનનાથ, કાકી ગીતાબેન, વિજય સંજય, ચનાભાઈ ભીખા અને રવિ જેન્તીએ પ્રવીણભાઈ સોલંકીના ઘર પાસે જઈ પશું કામ એ અમારી ખોટી વાતો કરો છોથ તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં પથ્થરના ઘા કરી લાકડી વડે હુમલો કરી પ્રવીણભાઈ તથા તેના પિતા મૂળજીભાઈ ગાંડાભાઈ સોલંકી ઉ. વ. 70 વગેરેને ઈજા પહોંચાડતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રાત્રે ફરિયાદ નોંધાઈ હતી.દરમ્યાન મૂળજીભાઈનું ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે મૃતકના પુત્ર પ્રવીણ સોલંકીની ફરિયાદ લઇ તમામ હુમલાખોરો સામે નવા કાયદા મુજબ હત્યાનો ગુનો નોંધી પીએસઆઇ એમ. એન. કાતરીયાએ તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ મંગળવારની સાંજે બંને પરિવાર વચ્ચે થયેલી માથાકૂટમાં પ્રવીણ મૂળજી, અરવિંદ મૂળજી, મૂળજીભાઈ ગાડુંભાઈ, સંજય મૂળજી, રાજેશ મૂળજી, ભાવનાબેન અરવિંદ સહીત 6 શખ્સે પથ્થર તથા લાકડી વડે હુમલો કરી લખનનાથ વગેરેને ઇજા પહોંચાડી ધમકી આપી અને કારમાં નુકસાન કર્યું હતું. આ અંગે લખનનાથની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.