ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહિલા પોસ્ટમેને એક્ટિવામાં રાખેલ સરકારી થેલાની ચોરી

11:48 AM Apr 26, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

સીસીટીવી ફૂટજેમાં એક શખ્સ દેખાયો, પોલિસ દ્વારા શોધખોળ

Advertisement

જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે, અને એક મહિલા પોસ્ટમેનને પણ નિશાન બનાવી લઈ સરકારી ટપાલો નો થેલો, કે જેમાં બે નંગ મોબાઈલ ફોન અને સરકારી ટપાલ નો જથ્થો હતો, જે થેલા ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં પોલીસે સીસીટીવી કેમેરા ના આધારે તસ્કરને શોધવાની કવાયત શરૂૂ કરી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગતે વિશે કે મૂળ જુનાગઢ જિલ્લાના કેશોદના વતની અને હાલ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી પૂજાબેન બાલુભાઈ ગરચર ઉંમર (વર્ષ 28) કે જેઓ ગઈકાલે સવારે 11.30 વાગ્યાના અરસામાં મિગ કોલોની વિસ્તારમાં શાંતિ હાઈટસ નામની બિલ્ડીંગમાં ટપાલ આપવા માટે ગયા હતા.

તેઓએ પોતાનો ટપાલ સાથેનો થેલો એકટીવા સ્કૂટરમાં રાખ્યો હતો, અને બિલ્ડીંગમાં ટપાલ દઈને પરત આવ્યા હતા. જે દરમિયાન સ્કૂટરમાં રાખેલો તેમનો થેલો કોઈ તસ્કરો ઉઠાવી ગયા હતા. જે 5થેલામાં પોસ્ટ ઓફિસ નો એક સરકારી મોબાઈલ ફોન, તેમજ પોતાનો ખાનગી મોબાઇલ ફોન તથા જુદીજુદી રજીસ્ટર એડી સહિતની ટપાલ વગેરેનો જથ્થો હતો, તે થેલાની ચોરી કરી ગયા હોવાથી અજાણ્યા તસ્કર સામે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ એલ. બી. જાડેજા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક શખ્સ થેલા ની ઉઠાંતરી કરીને જઈ રહેલો જોવા મળ્યો હતો. તે સીસીટીવી ના ફૂટેજ ના આધારે પોલીસે તસ્કાને શોધી કાઢવા માટેની કવાયત શરૂૂ કરી છે.

----

 

 

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar newstheft
Advertisement
Advertisement