મહિલા ડ્રગ્સ પેડલરે ફરી લખ્ખણ ઝળકાવ્યા, કોર્ટમાં યુવાનને આપી ધમકી
યુવાનને કહ્યું, તે હથિયારના કેસમાં મારા ભાઇનું નામ કેમ આપ્યું ? તને પણ ખોટા કેસમાં ફિટ કરાવી દેશું
મારા પર NDPSના ઘણા કેસ છે મને કાંઇ ફેર નહીં પડે તારું પણ ‘પાઉડર’ માં નામ ખોલાવી દઇશ
રાજકોટમાં મહિલા ડ્રગ્સ પેડલરે વધુ એક વખત લખણ ઝળકાવ્યા હતા અને ટેલીફોન એક્સચેન્જ પાસે મોદી સ્કૂલ સામે કિડવાઇનગરમાં રહેતા જયભાઇ મુકેશભાઈ વાઢેર(ઉ.વ.26)ને નામચીન મહિલા પેડલર સુધા ધામેલીયાએ હથિયારના કેસમાં મારા ભાઈનું કેમ નામ આપ્યું કહી તેમના સાગરીત અને ભાઈ સહિતનાઓએ નવી કોર્ટમાં ધમકી આપતા તેમના વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
જયે ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.જય ગઇ તા.13/02ના રોજ રાજકોટ ગ્રામ્ય મેટોડા જી.આઈ.ડી.સી. પો.સ્ટે. ખાતે હથીયારના કેશમા પકડાયેલ હતો અને ગઇ તા. 14/02/2025 ના બપોરના આસરે ત્રણેક વાગ્યાના અરસામા તેમને નામદાર કોર્ટમા રજુ કરેલ હતો ત્યારે નામદાર કોર્ટમા પહેલા માળે આ હિતેષભાઈ સુનીલભાઇ ધામેલીયા,મયુરભાઇ ધામેલીયા,સુધાબેન ધામેલીયા અને પ્રદિપભાઇ ઉર્ફે પદીયો નાઓ ત્યાં આવી જયને કહેવા લાગેલ કે તે હથીયારના કેશમા હિતેષનુ નામ કેમ આપેલ છે તેમ કહી ગાળો આપેલ હતી.
આ સુધાબેને જયને ધમકી આપેલ કે મારા ઉપર એન.ડી.પી.એસ. ના અનેક કેસ છે મને કાંઇ ફેર નહી પડે હવે તારૂૂ નામ પણ પાવડર (એમ.ડી.) માં ખોલાવીસ અને તુ અમને ભેગો ન થતો નહીતર તારા ટાંટીયા ભાંગી નાંખીશ તેમ ધમકી આપેલ હતી બાદ જય હથીયારના કેશમા જામીન ઉપર છુટયા બાદ ગઇ તા.25/02/2025 ના રાત્રીના દસેક વાગ્યાના અરસામા તેઓ તેમના મિત્ર હાર્દિકભાઇ ડોડીયા એમ બંને ટેલીફોન એક્ષચેન્જ પાસે રાધે હોટલ પાસે હતા ત્યારે આ મયુરભાઈ સુનીલભાઇ ધામેલીયાના મોબાઈલ પરથી જયના ફોનમા ફોન આવેલ અને મયુરભાઇ ધામેલીયા કહેવા લાગેલ કે તુ અમારી સાથે બેસીને હથીયારના કેશમા મારા ભાઈ હિતેષને ફીટ કરાવી દીધો છે.જેથી અમો પણ તને ખોટા કેશમા ફીટ કરાવી દેશુ તેમ કહી ગાળો આપી હતી.
તેમજ કોન્ફરન્સ કોલમા સુધાબેને,જિતેન્દ્રભાઇ ઉર્ફે પ્રદિપભાઇ પરમારે તેમજ હિતેષભાઇ ધામેલીયા બધાએ ગાળો આપેલ અને કહેલ કે હવે તુ ભેગો થા એટલે તારા ટાટીયા ભાંગી નાંખવા છે અને તને જાનથી મારી જ નાંખવો છે અને એટ્રોસિટીના કેસમા ફીટ કરાવી દેવો છે તેમ ફોનમા ધમકી આપેલ હતી જેથી આ મયુરભાઈ સુનીલભાઈ ધામેલીયા,હિતેષભાઈ સુનીલભાઈ ધામેલીયા, સુધાબેન સુનીલભાઇ ધામેલીયા અને જિતેન્દ્રભાઇ ઉર્ફે પ્રદિપભાઇ પરમાર વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા એએસઆઈ મણવર તપાસ ચલાવી રહ્યા છે.
અગાઉ સુધા વિરુદ્ધ પોલીસમાં 7થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે
નોંધનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું. આ સાથે સુધા ધામેલીયા વિરૂૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં ગઉઙજનો કેસ નોંધાયો હતો. જ્યારે ઇમરાન ઉર્ફે ગઢવી વિરૂૂદ્ધ એ-ડિવીઝન, રેલવે, ડીસીબીમાં દારૂૂના અને બી-ડિવીઝનમાં અપહરણ-હત્યાનો કેસ મળી કુલ 7થી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે.