ગાયકવાડીમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ : 9 પત્તાપ્રેમીઓ ઝબ્બે
શહેરના ગાયકવાડી વિસ્તારમાં પુત્રીના ફલેટમાં પિતાએ જુગારધામ શરૂ કર્યુ હતુ. જે બાતમીના આધારે પ્રનગર પોલીેસે દરોડો પાડી પત્તાટીચતા 9 શખ્સોને રૂા.17 હજારની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પીએસઆઇ જે.એન. ગમારા, કોન્સ્ટેબલ તોફીક મંધરા, વિરેન્દ્રસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ગાયકવાડી શેરી નં.3માં રવિસાગર એપાર્ટમેન્ટ ફલેટ નંબર 103 જે કવિતાબેન હરેશભાઇનો હોય જે ફલેટમાં કવિતાબેનના પિતા વિનોદભાઇ સનમુખદાસ ભાવનાણીએ જુગારધામ શરૂ કર્યુ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા વિનોદભાઇ ભાવનાણી ઉપરાંત અરમાન આબીદભાઇ કુરેશી, હુસેન ઇક્બાલભાઇ કૈડા, જયેશ લાલુભાઇ હેમનાણી, સમિર યુનુસભાઇ સમા, રાજેશ કિશોરભાઇ લાખાણી, ધર્મેશ ઇન્દ્રકુમાર લછવાણી, હિંમાશુ લાલચંદભાઇ હેમનાણી અને ધર્મેશ સુરેશભાઇ નવલાણીને ઝડપી લઇ પટમાંથી રૂા.17340ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.