જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં છેતરપિંડી કરનાર વેપારી પિતા-પુત્ર 6 દિવસના રિમાન્ડ પર
જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડ માં પેઢી ધરાવતા વેપારી બંધુઓ અને પુત્રએ સતાપરના ખેડુતો પાસેથી પાકનીજણસ ની ખરીદી કરીને લાખો રૂૂપિયાની છેતરપીંડી કર્યાની નોંધાવેલી ફરિયાદમાં પોલીસે ત્રણેયનીની ધરપકડ કરીને 6 દિવસના રીમાન્ડ પર લીધા છે. આને કુલ બે ડઝન થી વધુ ખેડૂતો તેઓનો શિકાર બન્યાનું જાણવા મળી રહ્યું છે.
જામજોધપુર માં રહેતા રમેશભાઈ મથુરદાસ વીઠલાણી અને ગોપાલભાઈ મથુરદાસ વીઠલાણી નામના વેપારી બંધુઓની જામજોધપુર યાર્ડમાં વીઠલાણી બ્રધર્સ નામની અને રમેશ વિઠલાણીના પુત્ર કરશન રમેશભાઈ વિઠલાણીની મારૂૂતિ એન્ટરપ્રાઈઝ નામની પેઢીઓ આવેલી છે.
જે પેઢી દ્વારા સતાપર ગામના જ ખેડુતો દીનેશભાઈ સુરાભાઈ પરમાર તેમજ સાહેદો સુરેશભાઈ દેવાભાઈ હેરમા, પ્રદીપભાઈ ભીખુભાઈ રાઠોડ, રાજેશભાઈ સવદાસભાઈ રાઠોડ, શૈલેષભાઈ કાનજીભાઈ રાઠોડ વગેરે પાસેથી મગાવીની ખરીદી કરી હતી, અને ખેડુતોને વિશ્વાસમાં લઈને રૂૂપિયા પછી આપવાનું કહીને અંદાજે રૂૂ.33 લાખથી વઘુની રકમ નહી ચૂકવીને રફુચક્કર થઈ ગયાની દીનેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના આધારે પીએસભાઈ એચ.બી.વડાવીયાએ તપાસ હાથ ધરીને ત્રણેય વેપારી આરોપીઓની ધરપકડ કરી છે, અને કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રીમાન્ડ પર લઈને પુછપરછ આરંભી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જામજોધપુર પંથકના કુલ બે ડઝન થી વધુ ખેડૂતો તેઓની છેતરપિંડી નો શિકાર બન્યા હોવાનું અને અંદાજે અડધો કરોડ જેટલી રકમ ત્રણેય વેપારીઓએ ખેડૂતોની ચૂકવવાની બાકી હોય તેવું જાણવા મળી રહ્યું છે. જે મામલે પોલીસ દ્વારા તમામ ખેડૂતોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે.