સુરેન્દ્રનગરમાં 542 ગ્રામ ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ
સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા વિસ્તારમાં એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડી રૂા. 5000ના 542 ગ્રામ ગાંજા સાથે પિતા-પુત્રને ઝડપી લીધા હતાં. આ ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે તપાસ શરૂ કરાઈ છે. સુરેન્દ્રનગર એસઓજીની ટીમે બાતમીના આધારે લક્ષ્મીપરા શેરી નંબર-3માં દરોડો પાડી 5420ની કિંમતના 542 ગ્રામ ગાંજા સાથે રફીક ઈબ્રાહીમ મકવાણા અને તેના પિતા ઈબ્રાહીમ રસુલ મકવાણાને ઝડપી લીધા હતાં. પુછપરછમાં આ ગાંજાનો જથ્થો બોટાદથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ ગાંજો કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડ્યાની સુચનાથી એસઓજીના પી.આઈ. એચ.જે. ભટ, પીએસઆઈ એન.એ. રાયમા સાથે એએસઆઈ ગોવિંદભાઈ આલ, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ઝાલા સાથે કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ખેર, અરવિંદસિંહ, અશ્ર્વિનભાઈ, બળદેવસંગ, મુન્નાભાઈ, જગમાલભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.