ધંધાની હરિફાઇમાં પિતા-પુત્રને રણછોડનગરમાં ઓફિસે બોલાવી બે શખ્સોએ બેફામ માર માર્યો
રણછોડ નગરમાં ધંધાની હરીફાઈનો ખાર રાખી પિતા-પુત્ર ને ઓફિસે બોલાવી મારમારી અને બાદમાં ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગતો મુજબ, સંત કબીર રોડ પર મયુર નગરમાં રહેતા ક્રિષ્ના ધર્મેશભાઇ બરાસરા (પ્રજાપતી)(ઉ.વ.18) એ પોતાની ફરિયાદમાં સાવન લુણાગરિયા અને સુજલ કાસુન્દ્રાનું નામ આપતા તેમની સામે મારામારી અને ધમકીની ફરિયાદ નોંધવામાં આવી છે.ક્રિષ્નાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું લેજર ડલકામ કરૂૂ છું.મારા પિતા ચાંદીકામ કરે છે.
મે મારા સરનામે છેલ્લા પાંચ દિવસ પહેલાં લેજર મશીન રાખેલ છે અને ત્યાં જ કામ કરુ છુ. હું પહેલાં સાવનભાઇ લુણાગરીયાને ત્યાં લેજર કામની દોઢેક વર્ષથી નોકરી કરતો હતો.મે છેલ્લાં પાંચેક દિવસથી લેજર મશીન લાવેલ હોવ જેથી આ સાવનભાઇ લુણાગરીયાનો મારા પિતાને ફોન આવતો હોય કે ક્રિષ્નાનું મારે કામ છે તો મારી ઓફીસે મોકલો જેથી ગઇ તા.25/06ના રાત્રીના આઠેક વાગ્યે મારા પિતાએ સાવનભાઇ લુણાગરીયાને ફોન કરી કહેલ કે,હું તથા મારો દિકરો તમારી ઓફીસે આવીએ છીએ.આમ વાત કરતાં સાવનભાઇ લુણાગરીયાએ મને કહેલ કે, તમે રાત્રીના દસેક વાગ્યે આવો જેથી હું તથા મારા પિતા ગઇ તા.25 /06રાત્રીના દસેક વાગ્યે સાવનભાઇ લુણાગરીયાની રણછોડનગર શેરી નં.25માં આવેલી ઓફીસે ગયેલ હતાં.
આ ઓફીસે સાવનભાઇ લુણાગરીયા તથા સુજલભાઈ કાસુંદ્રા બંને પાર્ટનર હાજર હતાં અને સાવનભાઈ લુણાગરી યાએ મને કહેલ કે, તારી અને તારા મિત્ર યશની મને વોટસએપ ચેટ બતાવો જેથી મે વોટસએપ ચેટ બતાવવાની ના પાડ તા આ બંને લોકો ઉગ્ર થઇ ગયેલ હતાં અને ઓફીસનું બારણું બંધ કરી મને તથા મારા પિતાને જેમફાવે તેમ છૂટાહાથે મા 2 મારી કહેલ કે તમે અહી નોકરી કરી છે તો તમે પોતાનો ધંધો ના કરી શકો એમ કહેલ અને તમે લેજર કામ કરશો તો રાજકોટમાં નહી રહી શકો એમ જણાવેલ હતુ.આ બંને લોકોએ મને તથા મારા પિતાને જોઇ લેઇશુ એવી ધમકી આપેલ હતી આ દરમ્યાન બીજા લોકો આવી જતાં અમોને બોલાચાલી ઝધડો બંધ કરાવ્યો હતો.આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.