ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલો
ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવતિનાફ પરિવારજનોએ યુવકના ઘરે જઈ હુમલો કરી પિતા-પુત્રને માર મારતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ ધોરાજીના છાડવાવદર ગામે રહેતા અશ્ર્વિનભાઈ પુંજાભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં તેજ ગામના ચંદુભાઈ નાથાભાઈ મકવાણા, તેના પત્ની રશિલાબેન, પુત્ર રોહિત અને પુત્ર રવિનું નામ આપ્યું હતું.
અશ્ર્વિનભાઈએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પુત્ર રણજીતને ચંદુભાઈની પુત્રી સાથે પ્રેમ સબંધ હોવાની ખોટી શંકા રાખી તેમજ રણજીત તેની પુત્રીનો વીડિયો ઉતારતો હોવાની શંકાએ ચંદુભાઈ અને તેના પત્ની તથા બન્ને પુત્રોએ ઝઘડો કર્યો હતો. અને અશ્ર્વિનભાઈના ઘરમાં ઘુસી અશ્ર્વિનભાઈ તથા તેમના પુત્ર રણજીત ઉપર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે ધોરાજી પોલીસમાં અશ્ર્વિનભાઈની ફરિયાદના આધારે ચંદુભાઈ તથા તેમના પત્ની રશિલાબેન અને બન્ને પુત્ર રવિ અને રોહિત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે યુવતિના પરિવારજનોની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.