સર ગામે મિલકત મુદ્ે યુવાન ઉપર પિતા અને ભાઇનો હુમલો
04:25 PM Mar 01, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
શિવપરામાં દારૂના નશામાં ભાન ભૂલેલા નશેડીએ મોટા ભાઇને માર માર્યો
રાજકોટના સર ગામે મિલ્કત મુદે યુવાન ઉપર તેના પિતા અને નાના ભાઇએ હુમલો કરી માર માર્યો હતો યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના સર ગામે રહેતા નરશીભાઇ નાથાભાઇ રાઠોડ (ઉ.વ. 49) સાંજના સમયે પોતાના ઘર પાસે હતા ત્યારે મકાનના ભાગ મુદે પિતા નાથાભાઇ રાઠોડ અને તેમના નાનાભાઇ નાગજીભાઇ રાઠોડે ઝગડો કરી માર માર્યો હતો.બીજા બનાવમા હનુમાન મઢી પાસે શિવપરામા રહેતા સાગર દીનેશભાઇ સોલંકી (ઉ.વ. ર8) રાત્રીનાં અરસામા પોતાના ઘરે હતો ત્યારે તેના ભાઇ વિશાલે દારુના નશામા માર માર્યો હતો. મારામારીમા ઘવાયેલા યુવક અને આધેડને સારવાર માટે ખસેડાયા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement