વિંછિયામાં પવનચક્કીના તાર નાખવા માટે ખેડૂતો ઉપર હુમલો, રોષની લાગણી
વિછિયા તાલુકાના કાંસકોલિયા ગામના સીમમાં વાડીમાં પવનચક્કી નાખવા સામે સ્થાનિક ખેડુતોએ વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યું છે કે, વિંછીયા તાલુકાના કાસકોલીયા ગામની અંદર ખેતીવાડીની જમીનની અંદર ખેડૂત ખાતેદાર જેસાભાઈ સવાભાઈ બારૈયાની વાડીમાં આયાના કંપની દ્વારા વિન્ડફાર્મ(પવનચકકી) અને વિજપોલ, વિજતાર,નાખવાનું કામ ચાલુ છે અને તે કામ ખેડૂતોની પુર્વ મંજુરી, કે પછી કોય બહેધરી વિના આચાના કંપની દ્રારા વિન્ડફાર્મ પવનચકકી અને વિજપોલ અને તાર બળજબરીથી નાખવામાં આવે છે જે આયાના કંપની દ્રારા ખેડૂત પરિવાર વિજતાર બાંધતા રોકવાની કોસીસ કરી ત્યારે આયાના કંપની ના કર્મચારીઓએ ખેડૂત પરીવાર સાથે મારામારી કરી તેમાં બે ખેડૂતો અને એક બહેનને માર મારવામાં આવેલ અને જેમાં બહેનનો હાથ ભાંગી નાખવામાં આવેલ છે એક બાજુ એવા કાયદા નિયમો છે કે ખેડૂતોની મંજુરી કે બાહેધરી વિના કોચ ખેડૂતોની વાડીમાં વિજપોલ, કે વિજતાર, પવનચકકી કે પાઈપલાઈન નખી શકે નહી પર આ આયાના કંપની ના ગુન્ડાજેવા કર્મચારીઓ દ્રારા ખેડૂતોને ડરાવી ધમકાવી,માર મારી ખેડૂતોની વાડીમાં વિજતાર, વિજપોલ, અને વિન્ડફાર્મ(પવનચકકી) નાખવામાં આવે છે તો ખેડૂત સેવા સંગઠન-ગુજરાતની એકજ માંગ છે કે આવી કોઈપણ કંપની દ્રારા ખેડૂતોની મંજુરી વગર ખેડૂતોની વાડીમાં ખેડૂતોને નુકશાન જાય એવુ કામ જેવાકે વિન્ડફાર્મ, (પવનચકકી) વિજપોલ,વિજતાર,વગેરે બળજબરીથી ન નાખવામાં આવે એવી અમારી માંગ છે અને જે કાસકોલીયા ગામના ખેડૂત પરીવારને માર મારી બળજબરીથી વિજપોલ ઉભા કરી તાર બાંધવામાં આવેલ છે તે તાર તાત્કાલીક ઉતારવામાં આવે અને આ વિસ્તારની અંદર ઉડાણ પુર્વક તપાસ કરી અને જસદણ/વિંછીયા વિસ્તારની અંદર આવા ગેરકાયદેસર વિન્ડફાર્મ, કે વિજપોલ, વિજપોલ ની સંપુર્ણ તપાસ કરવામાંઆવે અને જો તપાસ કરી ખેડુતોને ન્યાય આપવામાં નહીં આવે અને ખેડુતો સાથે અન્યાય થશે તો ન છુટકે અમારે ખેડુતોના ન્યાય માટે ન્યાયીક ધરણા અને આંદોલન કરવું પડશે.