For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોત

11:47 AM Jan 10, 2025 IST | Bhumika
ભેંસાણના વિશળ હડમતિયાના ખેતરમાં મધમાખીએ ડંખ મારતા ખેડૂતનું મોત

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા ગામમા ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યાની ઘટના બની હતી. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ ખેતરમાં મજૂર સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતાં. ત્યાં અચાનક જ ઝેરી મધમાખીઓના એક ઝુંડે વૃદ્ધ પર હુમલો કરતા ખેતરમાં કામ કરતા મજૂરોમાં નાસભાગ થઈ હતી. પરંતુ ખેતરમાં કામ કરતાં 75 વર્ષીય વૃદ્ધ ચકા વાઘેલા ભાગવા જતા પડી ગયા અને ઝેરી મધમાખીઓના ઝુંડે દ્વાર વૃદ્ધ ઉપર હુમલો કર્યો હતી.

Advertisement

થોડીવાર બાદ વૃદ્ધે બૂમાબૂમ કરતા આસપાસના અન્ય લોકો દ્વારા 108 સેવામાં કોલ કરી એમ્બ્યુલન્સ મદદ માંગી હતી.ત્યારે ગણતરીની મિનિટમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, દૂરથી જોતાં માલૂમ પડ્યું કે વૃદ્ધ ખેતરમાં ઉપર અનેક મધમાખી ટળવળી રહી છે અને વૃદ્ધ બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા છે. એકપણ પળનું વિલંબ કરતાં વિના 108ના પાઇલોટ અને ક્યાં હાજર એક વ્યક્તિએ ઙઙઊ કીટ ઊપયોગ કરી હેલ્મેટ પહેરી અને વૃદ્ધ નજીક એમ્બ્યુલન્સ ખેતરમાં લઈ જઈ અને મહા મહેનત વૃદ્ધને એમ્બ્યુલન્સ લેવામાં આવ્યા અને જરૂૂરી સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જ્યાં 24 કલાકની સારવાર બાદ ઝેરી મધમાખીઓના ડંખથી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.વિશળ હડમતીયાના મનસુખ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારા હડમતીયા ગામમાં ગત તારીખ 7 જાન્યુઆરીના ચકા વાઘેલા ખેત મજૂરી કામે ગયા હતા તે સમયે તે સમયે ખેતરમાં ઝેરી મધમાખીઓએ તેના પર હુમલો કર્યો હતો. ઝેરી મધમાખીના જૂન દ્વારા ખેત મજૂર પર હુમલો કરતા તેઓ ખેતરમાં ઢળી પડ્યા હતા. આ સમયે ખેત મજૂરે બૂમાબૂમ કરતા આસપાસના લોકો ખેતરમાં એકઠા થયા હતા. અને સારવાર માટે 108 ને કોલ કર્યો હતો ત્યારે 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

Advertisement

ત્યારે 108ના ડ્રાઇવર અને સ્થાનિક અમરશીભાઈ વાઘેલાએ માખીઓના ઝુંડ થી બચવા કીટ પહેરી ઘાયલ ચકાભાઇ આલાભાઇ વાઘેલાનું રેસક્યું કરી સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઝેરી મધમાખીઓના ડંખથી ઇજાગ્રસ્ત થયેલ ચકા વાઘેલાને સારવાર માટે 24 કલાક આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ચકા વાઘેલાનું મૃત્યુ નીપજ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement