For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના માનપર ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે તળાવમાં પડી કરેલો આપઘાત

12:45 PM Nov 03, 2025 IST | admin
ભાણવડના માનપર ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે તળાવમાં પડી કરેલો આપઘાત

લોન લીધી અને ઉપરથી માવઠાએ ફટકો મારતા જગતાત જિંદગી હાર્યો

Advertisement

ભાણવડ તાબેના માનપર ગામે રહેતા એક યુવાન ખેડૂતે ગોલ્ડ લોન લીધી હોય અને તાજેતરના વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ચિંતાગ્રસ્ત હાલતમાં આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર નજીક આવેલા માનપર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કરશનભાઈ કેશુરભાઈ વાવણોટીયા નામના 37 વર્ષના આહિર યુવાને બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી.

Advertisement

આ વચ્ચે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે તેમને નુકસાની ગયેલ હોય, આ બાબતે તેમણે ડિપ્રેશનમાં આવીને શુક્રવારે કપુરડી નેસ પાછળ આવેલા એક તળાવના કાંઠે પાણીમાં ડૂબી જતા તેમનો મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાન છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા પણ હતા. ઉપરોક્ત બનાવ અંગેની જાણ અરસીભાઈ લખમણભાએ વાવણોટીયા (ઉ.વ. 50, રહે. માનપર) એ ભાણવડ પોલીસને કરી છે.

વિદેશી દારૂૂ સાથે ઝડપાયો
ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા બ્રિજરાજસિંહ અનોપસિંહ જાડેજા નામના 22 વર્ષના શખ્સને પોલીસે બિયરના 16 ટીન અને દારૂૂની બોટલો સહિત કુલ રૂૂપિયા 16,460 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, પ્રોહિ. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

રાંગાસરના યુવાન પર છરી વડે હુમલો
મીઠાપુર તાબેના રંગાસર ગામે રહેતા નંઢાભા પાચાર્યાભા સુમણીયા નામના 45 વર્ષના યુવાન તેમના ખેતરે હતા, ત્યારે આ જ ગામનો વિજયભા કરશનભા સુમણીયા નામનો શખ્સ છરી સાથે ધસી આવ્યો હતો
ફરિયાદી નંઢાભા સુમણીયા ઉપર છરી વડે હુમલો કરી, લોહીલોહાણ કરી દીધા હતા. આટલું જ નહીં, આરોપી દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આરોપી વિજયભાએ થોડા સમય પૂર્વે ફરિયાદી નંઢાભા પાસે દવા છાંટવાનો પંપ માંગ્યો હતો. પરંતુ તેને પંપ ન આપતા આ બાબતનો ખાર રાખી, આરોપીએ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement