For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિંછિયાના અજમેર ગામે 76 કિલો ગાંજો ઉગાડનાર ખેડુતની ધરપકડ

04:16 PM Nov 21, 2024 IST | Bhumika
વિંછિયાના અજમેર ગામે 76 કિલો ગાંજો ઉગાડનાર ખેડુતની ધરપકડ
Advertisement

રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસ વચ્ચે વાવેલો ગાંજો શોધી કાઢ્યો

વિછીયાના અજમેર ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી 15 વીઘા જમીનમાં કપાસ અને તુવેરની વચ્ચે કરેલા 76 કિલો ગાંજાના વાવેતર સાથે ખેડૂતોને ઝડપી લીધો હતો. વિછિયા તાલુકાના અજમેર ગામે એસઓજીએ બાતમીના આધારે દરોડો પાડી રાયધન વાલજીભાઈ ગાબુની વાડીમાં કપાસના વાવેતર વચ્ચે ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતાં. જમીનની ચોતરફ તુવેરનું અને વચ્ચે કપાસનું વાવેતર જોવા મળ્યું હતું.

Advertisement

આ કપાસ અને તુવેરની વચ્ચે કરેલું ગાંજાનું વાવેતર મળી આવતા પોલીસે 75 કિલો 960 ગ્રામ ગાંજાના 40 છોડ મળી આવતા 7,59,600નો ગાંજો કબજે કરી વાડીમાલિક રાયધન ગાબુ સામે એનડીપીએસ એક્ટ હેઠળ વિછીયા પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમીક પૂછતાછમાં પોતે પ્રથમ વખત જ વાવેતર કર્યું હોવાની કબુલાત આપી હતી ગુનાહિત ઈતિહાસ ચેક કરતા 8 માસ પૂર્વે રાયધન 8 પેટી દારૂૂ સાથે પણ પકડાયો હોવાનું જાણવા મળતા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. એસઓજીના પીઆઈ એફએ પારઘી સાથે પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા, જયવીરસિંહ રાણા, અતુલભાઈ ડાભી, સંજયભાઈ નિરંજની, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ વેગડ, હિતેશભાઈ અગ્રાવત, શિવરાજભાઈ ખાચર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement