ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રૂખડિયાપરામાં 11 વર્ષની બાળકી સાથે કૌટુંબિક કાકાના અડપલા

04:37 PM Jun 05, 2025 IST | Bhumika
Advertisement

નાના ભાઇને સિગારેટ લેવા મોકલી રૂમ બંધ કરી સગીરાની જાતીય સતામણી કરી

Advertisement

રૂૂખડીયાપરા વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને કૌટુંબિક કાકાએ રૂૂમમાં પુરી અડપલાં કરી જાતીય સતામણી કાર્યનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે પ્ર. નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.બનાવ અંગે રૂૂખડીયાપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્રી અને બે પુત્ર છે.

જેમાં સૌથી મોટી પુત્રી સાથે તેઓ રાજકોટમાં આવેલ એક હોટલમાં કામ માટે જાય છે તેમજ અન્ય સંતાનો ઘરે હોય છે.દરમિયાન ગઈકાલે સાંજના સમયે તેમનાથી થોડે દૂર ભગવતીપરામાં રહેતો તેમનો કુટુંબિક દિયર ઘરે આવ્યો હતો અને જણાવ્યું કે, મારી પત્ની બીમાર છે, તેમને દવાખાને સારવાર માટે પણ લઈ જવી પડે તેમ છે. જેથી તમે તમારી એક પુત્રીને મારી ઘરે રસોઈ કરવા માટે મોકલો જેથી મહિલાએ તેમની વચ્ચે 11 વર્ષની પુત્રીને તેમને નાના પુત્ર સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે મોકલી હતી. સગીરા તેના નાનાભાઈ સાથે આરોપીના ઘરે રસોઈ કરવા માટે ગઈ હતી તે દરમિયાન આરોપીએ છેડતી કરવાની તક જોતો હતો પરંતુ સગીરાનો ભાઈ સાથે હોય તેથી તેની કામના પૂરી થઈ શકે ન હતી.

જે બાદ આરોપી સાંજના સમયે સગીરા અને તેના ભાઈને ઘરે મૂકવા માટે આવ્યો હતો ત્યારે પણ સગીરાનો ભાઈ સાથે હોય જેથી આરોપીએ સગીરાના ભાઈને સિગરેટ લેવા માટે બજારમાં મોકલી બાદમાં સગીરાને રૂૂમમાં પૂરી જાતિ સતામણી કરવા લાગ્યો હતો. તે દરમિયાન જ પડોશીઓને શંકા જતા તુરંત જ દોડી ગયા હતા અને દરવાજો ખોલતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ ફરિયાદી ઘરે પહોંચતા બનાવની સઘડી હકીકત સામે આવી હતી અને તુરંત જ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી પી.આઈ. વી.આર.વસાવા અને ટીમે આરોપીની ધરપકડ કરવા તજવીજ આદરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement