પરિવારે મકાન બદલાવવા સામાન બહાર રાખ્યો, તસ્કરો 2.29 લાખની રોકડ-દાગીના ચોરી ગયા
બાબરિયા કોલોનીના કવાર્ટરમાં બનાવ, સીસીટીવી ફૂટેઝના આધારે તપાસ
શહેરનાં કોઠારીયા વિસ્તારમા આવેલા બાબરીયા કોલોનીનાં કવાટરમા સીકયુરીટી ગાર્ડ પરીવાર સાથે મકાન બદલાવતા હતા ત્યારે મકાનમા રહેલો સામાન અને કવાટરની બહાર મુકયો હતો જેમા રોકડ અને દાગીના સહીત 2.29 લાખની મતા હતી જે કોઇ તસ્કર ચોરી કરીને લઇ જતા સીકયોરીટી ગાર્ડ પોલીસમા ફરીયાદ નોંધાવી છે આ ફરીયાદને આધારે પોલીસે સીસીટીવી ફુટેજ જોઇ તપાસ શરુ કરી છે.
બનાવની વધુ વિગત મુજબ બાબરીયા કોલોની ક્વાર્ટર બ્લોક નં.02, ક્વાર્ટર નં.06 માં રહેતાં સરમનભાઈ રઘુભાઈ ઓડેદરા (ઉ.વ પર) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે સિક્યુરીટી ગાર્ડમા નોકરી કરે છે. તેઓને સંતાનમા ત્રણ દીકરી છે, જેમા એક દિકરીના લગ્ન થઈ ગયેલ અને બે દિકરી સાથે રહે છે. ગઈકાલે વહેલી સવારના સમયે તેઓને મકાન ખાલી કરી બીજે રહેવા જવાનુ હોય જેથી સવારના છ વાગ્યાની આસપાસ ઘરનો સામાન ખાલી કરી પત્ની તથા બંને દીકરી સામાન નીચે ઉતારતા હતા. ત્યારે ત્યા નજીકમા રહેતો ભાવેશ ધોબી નામનો માણસ જેને સામાન ખાલી કરવા મદદરૂૂપ થવા બોલાવેલ હતો. બધા સામાનને પ્લાસ્ટીકના બાચકામા ગઈ તા.02 ના રાત્રીના સમયે ભરી રાખેલ હતા, તે તમામ બાચકા બ્લોકની નીચે જાહેરમાં રાખેલ હતાં. બાદમા ત્યાથી ખસેડી સામે રોડ પર જાહેરમા રાખેલ હતા. જેમા એક પ્લાસ્ટીકના બાચકામા તેઓએ સોનાના દાગીના તથા રોકડ રકમ વાળી થેલી મુકેલ હતી, જે થેલીમા ઉપર આલાપ જવેલર્સ લખેલ હતુ, તે થેલીમા સોનાનો ચેન રૂૂ.1,13,933, બે જોડી સોનાની બુટી રૂૂ. 45,645 તથા રોકડા રૂૂ. 70 હજાર હતા.
બાદમાં ઘરનો તમામ સામાન નીચે ઉતારી ત્યા નજીકમાં રહેતા ટેમ્પો વાળા ભાઈ કાનાભાઈને બોલાવવા ગયેલ અને તે આવતા તેઓએ પણ સામાન ટેમ્પામા ચડાવવામા મદદ કરી હતી. તમામ સામાન ટેમ્પામા શિફટ થઈ ગયા બાદ ત્યા નજીકમા બાબરીયા મે.રોડ પર આવેલ મકાન ભાડે રાખેલ ત્યા ગયેલ અને તે સામાન તે મકાને દસ વાગ્યે ઉતારી થોડીવાર થાક ખાઈ ફરીથી તે સામાન તે નવા ઘરમા ગોઠવવા લાગેલ તમામ સામાન ગોઠવાઈ ગયા બાદ માલુમ પડેલ કે, સોનાના દાગીના તથા રોકડ રકમ વાળી થેલી તો નીકળી નહી.
જેથી ફરીથી જુના ઘરે ચેક કરવા જતા ત્યા કોઈ સામાન કે થેલી હતી નહી અને બારીમાંથી જોતા ત્યા આલાપ જવેલર્સ વાળી થેલી રોડ પર પડેલ હતી, ત્યા જઈ ચેક કરતા તે માત્ર ખાલી થેલી હતી તેમા દાગીના કે રોકડ રકમ હતી નહી, જેથી કોઈ અજાણ્યો શખ્સ સોનાના દાગીના તથા રોકડ મળી રૂૂ.2.29 લાખના મુદામાલની ચોરી કરી નાશી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તસ્કરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં