ખોડિયારનગરમાં મિલકત મુદ્દે પારિવારિક ડખો: સાસુ-વહુ બન્નેને ઈજા
પતિના અવસાન બાદ વેંચી મારેલી કારના રૂપિયા નહીં આપી મકાન ખાલી કરવા સાસુ અને નણંદ ત્રાસ આપતા હોવાનો મહિલાનો આક્ષેપ
શહેરમાં પુનિતના ટાંકા પાસે આવેલા ખોડીયારનગરમાં મિલ્કતના પશ્ને પારીવારીક ઝઘડોથયો હતો જેમાં સાસુ-વહુને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અઁગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ખોડિયાર નગરમાં રહેતી ભાવનાબેન ગુલાબભાઈ વ્યાસ નામની 35 વર્ષની પરણીતા પોતાના ઘર પાસે હતી ત્યારે નણંદ ગીતાબેન સહિતનાએ માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં વર્ષાબેન બટુકભાઈ વ્યાસ ઉપર પુત્રવધુ ભાવનાબેન વ્યાસે લાકડી વડે હુમલો કર્યો હતો. મારામારીમાં ઘવાયેલી સાસુ વહુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં ભાવનાબેન વ્યાસના પતિ ગુલાબભાઈ વ્યાસનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યાર બાદ પરિવારે બોલેરો કાર વેંચી મારી હતી. જેના રૂપિયા નહીં આપી હાલ સાસુ અને નણંદ સહિતના મકાન ખાલી કરી અને જતા રહેવાનું કહી ત્રાસ આપતા હોવાનું અને મારમાર્યો હોવાનો ભાવનાબેન વ્યાસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આક્ષેપના પગલે માલવિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.