ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નશાખોરોને છોડાવવા વિજિલન્સનો નકલી PSI પોલીસ સ્ટેશને પહોંચ્યો

12:12 PM Apr 09, 2025 IST | Bhumika
Advertisement

આપણો માણસ છે, જોઈ લેજો, હું વિજીલન્સમાં પીએસ આઈ છું, એમ કહી સરથાણા પોલીસ સ્ટેશનમાં પીએસઓને મોબાઇલમાં પોતાનો વર્દીવાળો ફોટો બતાવી નકલી પીએસ આઈએ નશો કરેલા 2 શખ્સોને છોડાવવા આવ્યો હતો. આ દરમિયાન મહિલા પીઆઈ ઝાલા ચેમ્બરની બહાર નીકળી હતી તે વિજીલન્સના પીએસઆઈને પૂછ્યું કે તમે વિજીલન્સમાં ક્યાં ફરજ બજાવો છો, તે સમયે નકલી પીએસઆઈએ ગાંધીનગર ખાતે નવા બનેલા વિજીલન્સના પોલીસ સ્ટેશનમાં પીઆઈ રાણાની સ્કોવોડમાં છું. પીઆઈ ઝાલાએ આ બાબતે વિજીલન્સમાં તપાસ કરાવી હતી. જેમાં પીઆઈ રાણા કરીને કોઈ વિજીલન્સમાં ફરજ બજાવતા ન હોવાનું સામે આવ્યું હતું.

Advertisement

આથી પીઆઈ ઝાલાએ નકલી પીએસઆઈ પાસે આઈકાર્ડ માંગ્યો તો તેણે કહ્યું કે હું રજા પર છું. પછી પીઆઈએ તેને કેટલાક સવાલો કરતા આખરે તેનો ભાંડો ફુટી ગયો હતો. સરથાણા પોલીસે જાતે ફરિયાદી બનીને નકલી પીએસ આઈ રોનક વિનુ કોઠારી (33) (રહે, નિર્મળનગર, સરથાણા, મૂળ રહે, સાવરકુંડલા, અમરેલી)ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

મોબાઇલમાં અધિકારીઓ સાથેના ફોટા મળ્યા નકલી પીએસઆઈ પાસેથી 2 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. જેમાં એક મોબાઇલ નંબર તો ડીવાયએસપી રાણાના નામે સેવ કરેલો હતો. ઉપરાંત તેના મોબાઇલમાં ઢગલાબંધ વિડીયો પોલીસ અધિકારીના ઈન્ટરવ્યુંના જોવા મળ્યા હતા. ઉપરાંત તેના પણ પીઆઈની વર્દીવાળા ફોટો જોવા મળ્યા છે.

Tags :
crimefake policeFake Vigilance PSIgujarat newssurat news
Advertisement
Next Article
Advertisement