સાવરકુંડલાના આંબરડી ગામે મંદિરના નકલી આભૂષણો ચોરાયા
12:50 PM Dec 24, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
સાવરકુંડલાના નવી આંબરડી ગામે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા.3 તસ્કરો ચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશતા CCTV કેમેરા માં કેદ થયા હતા.ખોડિયાર માતાજી ની મૂર્તિ ઉપર રહેલા આભૂષણો ઉઠાવી ગયા અને તસ્કરોએ ઉઠાવેલ આભૂષણો ઇમિટેશન જવેલરી હોવાથી કિંમતી આભૂષણો બચી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.સોનાની બે નથ અને બુટી મળી આભૂષણો ની ચોરી કરી ગયા હતા અને ત્રણેય તસ્કરોએ પ્રથમ માતાજીના દર્શન કરી લોકર તોડવાનો પ્રયાસ કર્યો લોકર નહિ ખુલતા નકલી આભૂષણો ઉપાડી ગયા મંદિર પરિસર માં પાર્ક કરેલ મંદિરના પૂજારી નું બાઈક તસ્કરો ઉપાડી ગયા હતા મંદિરની ઊંચી દીવાલ ઠેકાડી ને તસ્કરો બાઈક ઉપાડી ગયા હતા. આ અંગે બનાવની જાણ થતાં સાવરકુંડલા રૂૂરલ પોલીસ પી.એલ.ચૌધરી સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે.