ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નકલી લાઇસન્સના અસલી હથિયારના કૌભાંડનો પર્દાફાશ

04:13 PM Apr 10, 2025 IST | Bhumika
Advertisement

ફટાકડી ટીંગાડવાના વધુ 16 શોખીનો એટીએસના સકંજામાં, કુલ 42 શખ્સોની ધરપકડ, 26 હથિયાર અને 927 કારતુસ કબજે

Advertisement

નાગાલેન્ડના બોગસ હથિયાર પરવાનાના આધારે ગુજરાતમાં લાખો રૂપિયા ખર્ચી રિવોલ્વર અને પિસ્તોલો લઇ લીધી

મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમા નવો ઘટસ્ફોટ થયો છે જેમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે. જેમા અમદાવાદ, સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. 26 હથીયાર અને 927 જેટલા કારતુસ કબજે કરવામા આવ્યા છે. જેમા સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. અગાઉ એટીએસએ અગાઉ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે ધરપકડનો આંક 40 જેટલો પહોંચી ગયો છે.

રાજયમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે. ખોટી રીતે લાયસન્સ મેળવીને ફટકડી મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ,સુરત,બોટાદમાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે. એટીએસનાં નાયબ પોલીસ અધિક્ષક એસ. એલ. ચૌધરીને મળેલી બાતમીનાં આધારે અગાઉ વિશાલ પંડયા, ધ્વનીક મહેતા, અર્જુન અલ્ગોતર, ધૈય જરીવાલા, શેલાભાઇ ભરવાડ, બીટ્ટુ મહેતા અને મુકેશ બાંભવાએ હરીયાણાનાં નુહમા બંદુકની દુકાન ધરાવતા શોકતઅલી ફારુક અલી, સોહમ અલી અને આસિફને ઘણી મોટી રકમ આપી તેઓ પાસેથી મણીપુર અને નાગાલેન્ડ રાજયનાં બોગસ હથીયાર લાયસન્સો પોતાનાં નામે બનાવી અને તેમની પાસેથી હથીયાર ખરીદયા હતા. તેમજ આરોપીઓની પુછપરછમા જાણવા મળ્યુ હતુ કે આરોપીઓએ ગુજરાતનાં ઘણા બધા લોકોને બોગસ હથીયારનાં લાયસન્સો અને હથીયારો અપાવડાવ્યા હતા. બોગસ હથીયાર લાયસન્સ થકી હથીયાર મેળવનાર ગેંગનાં કુલ 49 શખ્સોની સંડોવણી ખુલવા પામી હતી. જે પૈકી 16 શખ્સો જેમા અનીલ ગૌરીશંકર રાવલ, અર્જણ વીહા ભરવાડ, ભરત રામા ભરવાડ, દેહુલ રાજુ ભરવાડ, દેહુર બચુ ભોકરવા, જનક બલુ પટેલ,જય શાંતિલાલ પટેલ, જગદીશ રેવા ભુવા, લાખા રઘુ ભરવાડ, મનીષ રમેશ રૈયાણી, નીતેશ ભાયા મીર, રમેશ ભોજા ભરવાડ, રીશી ઉમેશ દેસાઇ, સમીર ભીખુ ગધેથરીયા, વિરાજ જોગા ભરવડા અને વિરમ સોંડા ભરવાડની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમા તેઓએ ખોટી રીતે અને ખોટા ડોકયુમેન્ટના આધારે ફેક લાયસન્સ મેળવવામા આવ્યા હતા.આ તમામ હથિયારો નાગાલેન્ડથી મંગાવવામાં આવતા હતા અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ધરપકડનો આંક 40 સુધી પહોંચી ગયો છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ ર6 જેટલા હથીયાર અને 927 કારતુસ કબજે કરવામા આવ્યા છે. તેમજ આ કૌંભાડ ફકત ગુજરાત પુરૂૂતું નહી પરંતુ ભારતના અન્ય જીલ્લાઓ સુધી ફેલાયેલું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે.

ગુજરાત એટીએસ એ હથિયારનું નકલી લાઇસન્સ બનાવી આપવાનું કૌભાંડ ઝડપી પાડયું હતુ. એટીએસ દ્વારા નકલી લાઇસન્સ બનાવી આપનાર ગેંગના કુલ 7 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસે થી 6 હથિયાર અને 135 રાઉન્ડ પણ કબ્જે કરવામાં આવ્યા હતા.

નાગાલેન્ડના સરનામે લાઇસન્સ બનાવડાવ્યા હતા તેમાંથી કોઈએ નાગાલેન્ડ જોયું પણ નથી !

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમા હથીયાર મેળવનાર શખ્સો દ્વારા પોતાનાં ડોકયુમેન્ટમા છેડછાડ કરી અને બાદમા હથીયાર મેળવનાર શખ્સો દ્વારા હરીયાણાનાં આસીફની મદદથી અન્ય વ્યક્તિના નામે ત્યાં ઈસ્યુ થયેલા લાયસન્સમાં ચેડાં કરીને તેમજ જુના લાયસન્સ ધારક કે જે વૃદ્ધ થયા છે તેમના રિટેનર તરીકે વ્યક્તિને બતાવીને નાગાલેન્ડના સરનામે નવા લાયસન્સ બનાવવામાં આવ્યા હતા.જોકે અમુકે નાગાલેન્ડના સરનામે લાયસન્સ બનાવડાવ્યા હતા તેમાંથી કોઈએ નાગાલેન્ડ જોયું પણ નથી. હાલ પોલીસની ટીમો નાગાલેન્ડમાં રહીને આ અંગે વધુ તપાસ કરી રહી છે.

ગૃહવિભાગમાં રજિસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવાતો હતો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કૌભાંડ છેલ્લા છ-સાત વર્ષથી ચાલે છે.જે વ્યક્તિ નાગાલેન્ડ ગયો નથી તેની ત્યાં માત્ર કાગળ ઉપર હાજરી બતાવી તેના આધારે મેળવાતા બોગસ હથિયાર લાયસન્સને ગૃહવિભાગમાં રજીસ્ટ્રેશન કરી યુનિક નંબર પણ મેળવવામાં આવતો હતો.જેથી અન્ય રાજયમાં લાયસન્સનો ઉપયોગ સરળતાથી કરી શકાય.

Tags :
crimeFake licensegujaratgujarat newsweapons scam
Advertisement
Next Article
Advertisement