ICU-ઈમર્જન્સી સારવાર આપતી નકલી હોસ્પિટલ ઝડપાઈ
રાજ્યમાં વધુ એક ભૂતિયા હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં તબીબો વગરની નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગર નકલી થ્રી સ્ટાર હોસ્પિટલ ચલાવી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. બોગસ ડોક્ટરે AMCનું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. આ નકલી હોસ્પિટલમાં ICU, ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હોવાનું ખુલ્યું છે. ખ્યા
તિ હોસ્પિટલ માફક મોટું કૌભાંડ આચરતી આ હોસ્પિટલની તપાસમાં મસમોટાં ખુલાસા થવાની વકી છે.
અમદાવાદનાં ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ વધુ એક હોસ્પિટલ સંબંધિત કૌભાંડ સામે આવ્યું છે. માહિતી અનુસાર, નરોડા વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગરની અને ડુપ્લીકેટ સહી-સિક્કાનાં નકલી દસ્તાવેજ અને અખઈ નાં નકલી સર્ટિફિકેટનાં આધારે બોગસ હોસ્પિટલ ઊભી કરી લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. માહિતી અનુસાર, ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ બોગસ ડોક્ટર બનીને થ્રી સ્ટાર હોસ્પિટલ નામથી નકલી હોસ્પિટલ ચલાવતો હતો. આ બોગસ ડોક્ટરે અખઈનું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લીધું હતું. થ્રી સ્ટાર હોસ્પિટલમાં ICU અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. અલગ-અલગ ડોક્ટરનાં નામનાં ખોટા કેસ પેપર પણ બનાવ્યાં હતા.
ઉપરાંત, ગુજરાત મેડિકલ કાઉન્સિલનાં ઈસ્યૂ થયેલા નંબરનો દુરુપયોગ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. તપાસ અનુસાર, બોગસ હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી સારવારનાં નામે અધધ નાણા પડાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં બોગસ હોસ્પિટલ બોગસ રીતે ક્લેઈમ પાસ પણ કરી આપતી હતી. વીમા કંપનીઓમાં ખોટા ડોક્યુમેન્ટ આપીને ક્લેઈમ પાસ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું. આ હોસ્પિટલમાં મોટાપાયે વીમા કંપની અને દર્દીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો આરોપ છે. આ મામલે તપાસમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.