મુખ્ય સચિવ પંકજ જોશીના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી
ગુજરાતનાં આઇપીએસ - આઇએએસ અધિકારીઓ - નેતાઓનાં નકલી ફેસબુક આઇડી બનાવતા સાયબર ગઠીયાઓએ આજે રાજયનાં ચીફ સેક્રેટરીનુ નકલી ફેસબુક આઇડી બનાવી પૈસાની માંગણી કરતા ચકચાર જાગી છેે.ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીનું કોઈ અજાણ્યા શખ્સે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને રૂૂપિયાની માંગણી કરી છે,ત્યારે આ વાતને લઈ સચિવ પંકજ જોશીનું કહેવું છે કે,મારા નામનું ફેસબુક એકાઉન્ટ કોઈ અજાણ્યા શખ્સે બનાવ્યું છે અને કોઈએ રૂૂપિયા ટ્રાન્સફર કરવા નહી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.
ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશીના નામે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે,બનાવટી એકાઉન્ટ દ્વારા રુપિયા માંગવામાં આવ્યા છે ત્યારે જેણે આ ફેક એકાઉન્ટ બનાવ્યું છે તેણે તેની ઓળખ CRPF નો ઓફિસર હોવાનું કહી રુપિયાની માંગણી કરી છે,તો બીજી તરફ મુખ્ય સચિવ પંકજ જોશીએ પણ વાતને સમર્થન આપ્યું છે અને ફેસબુક અને પોલીસને સમગ્ર મામલાની જાણકારી અપાઈ છે,પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ હાથધરી છે.આ અગાઉ જુલાઇ-24 મા ગૃહમંત્રી હર્ષ સંઘવી, વડોદરા મ્યુનિ. કમિશનર દિલિપ રાણા અને વડોદરાનાં મેયરનાં પણ નકલી ફેસબુક એકાઉન્ટ બન્યા હતા .