કેશોદના કાણેરી ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
12:18 PM Jan 22, 2025 IST
|
Bhumika
Advertisement
આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી
Advertisement
કેશોદના કણેરી ગામે આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એક બોગસ ડોક્ટર પકડાયો છે. શ્રી ઉમા ક્લિનિકના નામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા રાકેશ ભગવાનભાઈ હિંગરાજિયા પાસે કોઈ મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથી દવાઓ આપી લોકોના જીવન સાથે ચેડાં કરી રહ્યો હતો.
અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અમીત વણપરિયાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ક્લિનિકમાંથી પોલીસે ₹25,000થી વધુની કિંમતનો દવાઓ અને મેડિકલ સાધનોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કિલનિકમાં ભુતપુર્વ આયુષ મેડીકલ ઓફીસર હોવાનુન બોર્ડ લાગેલુ જોવા મળ્યું હતું. જેથી શંકા જતાં ત્યાં તપાસ કરતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફુટયો હતો.
Next Article
Advertisement