ધોરાજીના નાની પરબડીમાં પંચાયતના મકાનમાં ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો
છેલ્લા ચાર વર્ષથી દર્દીઓની સારવાર કરી દવા આપતો હતો, 23 હજારનો મુદ્દામાલ કબજે
ધોરાજીના નાની પરબડી ગામે બસ સ્ટેન્ડ પાસે પંચાયતના મકાનમાં ડીગ્રી વગર છેલ્લા 4 વર્ષની દર્દીઓની સારવાર કરી દવા આપતા બોગસ ડોક્ટરને ધોરાજી પોલીસે ઝડપી લઇ 23 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
મળતી વિગતો મુજબ ધોરાજી પોલીસને મળેલી બાતમીને આધારે ધોરાજીના નાની પરબડી ગામે બસ સ્ટેન્ડ પાસે પંચાયતના મકાનમાં આનંદ પ્રાયમરી હેલ્થ કેર નામે આવેલ ક્લીનીકમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી ધોરાજીના હીરપરા વાડીમાં રહેતા ચેતનભાઈ રતીભાઈ રાણપરીયા (ઉ.વ.40) મેડીકલ પ્રેક્ટીસ કરતો મળી આવ્યો હતો. તપાસ કરતા ચેતનભાઈ પાસે મેડીકલની લાયકાત કે ડીગ્રી ધરાવતા ન હોવા છતા માન્ય ડિગ્રી વગર પોતે નાની પરબડી ગામે બસ સ્ટેન્ડ પાસે પંચાયતના મકાનમાં દર્દીઓની સારવાર કરી ક્લીનીક ખોલી સારવાર કરતો હતો.
પોલીસ દરોડામાં કલીનીક માંથી દવાની ગોળીઓ, બાટલા, ઇન્જેક્શનો, સીરીજ, નીડલ, સ્ટેથો સ્કોપ એમ મેડીકલ પ્રેક્ટીસને લગતો સામાન મળી કુલ કિ.રૂૂ.23394 નો મેડીકલ પ્રેક્ટીસને લગતો સામાન મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસે ચેતનભાઈ રતીભાઈ રાણપરીયા સામે મેડીકલ પ્રેક્ટીસ એક્ટ ની કલમ 30 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ચેતનભાઈ રતીભાઈ રાણપરીયા છેલ્લા 4 વર્ષથી કલીનીક ચલાવતો હતો. ધોરાજી પોલીસ મથકના પી.આઈ જે.પી. ગોસાઇ સાથે સ્ટાફના હાર્દિકભાઇ ભાસ્કરભાઇ ઓઝા,વિજેન્દ્રસિંહ નીરૂૂભા જાડેજા, જગદીશભાઇ ધીરૂૂભાઇ સુવાણ,દિવ્યરાજસિંહ લાલુભા પઢીયાર,ઈશીતભાઇ અરવિંદભાઇ માણાવદરીયા, ભાવેશભાઇ કાનજીભાઇ કંટારીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.