ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલપુર આરબલુસ ગામે બોગસ તબીબ પકડાયો

12:47 PM Oct 04, 2025 IST | Bhumika
Advertisement

જામનગર ની-એસ.ઓ.જી. શાખા દ્વારા શહેર અને જિલ્લામાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા શખ્સોને શોધવા માટે કવાયત કરી રહી છે, અને આવા બોગસ તબીબ ની તપાસ કરવા માટે ગઈકાલે લાલપુર પંથકમાં ચેકિંગ ચાલી રહ્યું હતું.
જે દરમિયાન આરબલુસ ગયામ માંથી એક બોગસ તબીબી પકડાયો હતો. મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલુસ માં રહેતો ઉદયન અધિર વિશ્વાસ કે જે પોતાની પાસે કોઈ ડીગ્રી ધરાવતો ન હોવા છતાં માર્કેટની અંદર મેડિકલ ની દવાઓ સાથેનું દવાખાનુ ખોલીને મેડિકલ પ્રેક્ટિસ કરતાં મળી આવ્યો હતો, અને ગરીબ દર્દીના આરોગ્ય સાથે ચેડાં કરીને પૈસા વસૂલતો જોવા મળ્યો હતો.

Advertisement

તેની પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી એસ.ઓ.જી. શાખાની ટુકડીએ તેના દવાખાનામાંથી રૂૂપિયા 9,015 ની કિંમતની દવા સહિતની સાધન સામગ્રી કબજે કરી લીધી છે, અને તેની સામે લાલપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

Tags :
fake doctorgujaratgujarat newsLalpurLalpur news
Advertisement
Next Article
Advertisement