ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કારખાનેદારનું અપહરણ કરી જીવલેણ હુમલો, લૂંટ ચલાવનાર બૂટલેગર સહિતની ત્રિપુટીની ધરપકડ

04:49 PM Aug 07, 2025 IST | Bhumika
Advertisement

શહેરમાં માંડા ડૂંગરમાં રહેતા કારખાનેદાર યુવાન ઉ5ર કુખ્યાત બુટલેગર પ્રતિક ચંદારાણા અને આણી ટોળકીએ સ્કોર્પિયો ચડાવી દઇ તેનું બળઝબરીથી અપહરણ કરી ગોંધી રાખી ઢોર મારમાર્યો હતો અને મહિલા સાથે બિભત્સ વીડિયો ઉતારી એક લાખની માંગણી કરી રૂા.8000ની લૂંટ ચલાવી હતી. જે અંગે આજીડેમ પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ બુટલેગર પ્રતિક ચંદારાણા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડુંગરમાં રહેતો વિપુલ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.31)નામનો યુવાન ગત તા.4ના રાત્રે 10 વાગ્યના અરસામાં માંડા ડૂંગરમાં આવેલી શક્તિ ટી સ્ટોલ નામની હોટલે હતો ત્યારે બુટલેગર પ્રતિક ચંદારાણા સહિતના શખ્સોએ સ્કોર્પિયો લઇ ધસી આવી તેની માથે ચડાવી દીધી હતી. જોકે તે બચી ગયો હતો બાદમાં ઝઘડો કરી તેને બળજબરીથી સ્કોર્પિયોમાં ઉપાડી જઇ માર્કેટ યાર્ડ પાસે શેરીમાં લઇ જઇ લોખંડના પાઇપ વડે ઢોર માર મારતા તે બેભાન થઇ ગયો હતો. જેથી આરોપીઓએ ડોક્ટરને બોલાવી ઇન્જેકશન આપતા તે ભાનમાં આવ્યો હતો. બાદમાં ફરી મારમારી રાત્રીના 3.30 વાગ્યે માનસરોવરમાં કારખાનામાં લઇ જઇ ઢોરમાર માર્યો હતો અને મહિલા સાથે તેનો બિભત્સ વીડિયો ઉતારી લઇ રૂા.1 લાખની માંગણી કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત જો ફરિયાદ કરીશ તો તારા માતા અને ભાઇને સળગાવી નાખીશ તેવી ધમકી આપી નાશી છૂટ્યા હતા. બાદમાં તે ઘરે જતો રહ્યો હતો અને બુટલેગરે આપેલી ધમકીથી ડરી જઇ બહાર નીકતો ન હતો દરમિયાન આજે વધુ દુખાવો થતા તે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે જણાવ્યા મુજબ બુટલેગર પ્રતિક ચંદારાણા પાસેથી એક મહિના પહેલા દારૂની બોટલ ઉઘારમાં લીધી હતી. જેના રૂા.1000 આપવાના હતા. જે બાબતે ઝઘડો કરી અપહરણ કરી જીવલેણ હુમલો કર્યો હતો અને રૂા.8000ની લૂંટ ચલાવી હતી જે અંગે આજીડેમ પોલીસેે યુવાનની ફરિયાદ પરથી બુટલેગર પ્રતિક ચંદારાણા, અમિત દાઢી, કૃણાલ, જયપાદ, હિરેન, શૈફ અને અક્ષય વિરૂદ્ધ હત્યાની કોશીશ લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ જનકસિંહ રાણા સહિતના સ્ટાફે બુટલેગર પ્રતિક દિલીપભાઇ ચંદારાણા, જયપાલ રાજેશભાઇ દેદાણીયા અને અક્ષય મથુરભાઇ જમોડને ઝડપી લઇ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement