જેતપુરમાં ઇન્સ્ટાગ્રામમાં પરિણીતાએને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર ઉપર હુમલો
જેતપુરમાં ઇન્સ્ટાગ્રામમા મહિલાને મેસેજ મોકલ્યાનો આક્ષેપ કરી કારખાનેદાર અને તેના મિત્રને મળવા બોલાવી ચાર શખ્સોએ હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેતપુર પોલીસે ગુનો નોંધી બે ભાઈ સહીત ચારની ધરપકડ માટે તજવીજ શરૂૂ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરમાં નવાગઢ જેતપુર રોડ ઉપર પટેલ ચોક રામજી મંદી2 પાસે રહેતા અંકિતભાઈ જીતેન્દ્રભાઈ રાદડીયાએ નોંધાવેલી ફરિયાદમાં ભુપતભાઈ ભુવા તેમજ હાર્દિક ભરતભાઈ ગોંડલીયા, આશિષ ભરતભાઈ ગોંડલીયા અને દિવ્યાંગભાઈ કિશોરભાઈ ગોંડલીયાનું નામે આપ્યું હતું.ફરિયાદમાં અંકિતભાઈએ જણાવ્યું કે, તે નવાગઢ ઇલાહી ચોક ખાતે નંદગોપાલ નામનુ સાડીનુ કારખાનુ ચલાવે છે. પોતે પરણિત છે અને સંતાનમા એક દિકરો છે. ગઇ તા.23/02/2025 ના સાંજના મિત્ર રાજભાઈ કોરાટના સસરા ભુપતભાઇ ભુવાના વોટસઅપ થી કોલ આવેલ કે, ઇન્સ્ટાગ્રામમા તારૂૂ જે આઇ.ડી. માંથી તે હાર્દીકભાઈ ગોંડલીયાની પત્નિને મેસેજ કરેલ છે જેથી તેને તારી સાથે પાચ મીનીટ વાત કરવી છે. અને તને મળવુ, જે મુજબની વાત કરતા અંકિતે હું થોડીવારમાં જેતપુર સરદાર ચોક ગીતા બેટરી પાસે આવુ છુ. તેમ કહ્યું હતું.
થોડીવાર પછી અંકિત અને તેનો મિત્ર કૃતિકભાઈ રજનીભાઈ કોટડીયા તથા સારાંશભાઇ સુરેશભાઇ શુક્લા એમ ત્રણેય જણા પધારો હોટલ તત્કાલ ચોક પાસે નાસ્તો કરી, જેતપુર સરદાર ચોક પાસે ગીતા બેટરીએ ગયેલ અને થોડીવારમા ભુપતભાઈ તથા તેની સાથે આવેલ હાર્દીકભાઈ ભરતભાઇ ગોંડલીયા તથા આશીષભાઈ ભરતભાઈ ગોંડલીયા તથા દીવ્યાંગભાઈ કીશોરભાઇ ગોંડલીયા હાજર હોય અને જ્યાં ભુપતભાઇ એ વાત કરેલ કે, હાર્દીકભાઈની પત્નિ લીઝાને અંકીતના ઇન્સ્ટાગ્રામમા આઈ.ડી. પરથી મેસેજ થયેલ છે, જેથી અંકિતે આવો કોઇ મેસેજ કરેલ નથી તેમ છતા તમારે મારો મોબાઇલ ફોન જોવો હોય તો જોય લો. જેથી તેમની સાથેના દિવ્યાંગભાઈ એ અંકિતનો મોબાઇલ ફોન લઇ મોબાઇલમાં રહેલ ઇન્સ્ટાગ્રામ એપ ચેક કરતા ઇન્સ્ટાગ્રામમા કોઈ મેસેજ મળેલ ન હતો. જેથી આ બધા લોકો ઉશ્કેરાઇ ગયેલ અને અંકિતને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને હુમલો કરી ધમકી આપી તારા ઇન્સ્ટાગ્રામ બીજા આઇ.ડી. માથી મેસેજ થયો છે.
તેમ મારવા લાગેલ જેથી સાથે રહેલ કુતિક તથા સારાંશ વચ્ચે પડતા બન્ને મિત્રોને તમે આ મેટરમા નથી અને જો વચ્ચે પડશો તો તમે પણ માર ખાશો. તેમ કહી ધમકી આપી હતી. બાદમાં મિત્ર સારાંશભાઇની કારમાં અંકિત તથા સારાંશ તથા હાર્દીકભાઈ તથા દિવ્યાંગભાઈ સાથે જેતલસર જતા હાઇવે પર આવેલ ગલગલીયા હોટલ ખાતે ગયેલ જ્યા પણ આ લોકોને અંકિતને જેમ ફાવે તેમ ગાળો આપેલ અંકિતે આ લોકોને કહ્યું કે, કોઇએ મારૂૂ ખોટુ આઈ.ડી. બનાવેલ અને મેસેજ કરેલ છે. તેમ છતા આ લોકોએ અંકિતને ધમકી આપી કહેલ કે તારે જ આ આઇ.ડી. શો ધવાનુ છે. નહીતર અમે તને દરરોજ મારવા માટે આવિશુ. તેમ કહી આ લોકો જતા રહેલ આ મામલે અંતે અંકિતે ફરિયાદ નોંધવી હતી.