કાનાલુસમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને પૂર્વ મંગેતરે આપી મારી નાખવાની ધમકી
ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કરી લેતાં તેના પૂર્વ મંગેતરે પ્રેમી યુવતી અને તેના પ્રેમી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે લાલપુરના કાનાલુસમાં રહેતી ડાહીબેન મુનરાજભાઈ હાજાણી નામની 22 વર્ષ ની ચારણ યુવતી કે જેણે તાજેતરમાં મુનરાજ હાજાણી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, જેથી જામનગરના યાદવ નગરમાં રહેતો તોગા સોમાં હાજાણી કે જે ગુસ્સે ભરાયો હતો.
ડાઈ બહેન નું અગાઉ તોગા સોમા હાજાણી સાથે સગપણ થયું હતું, પરંતુ ડાઈબેન કે જેણે મુનરાજ ચારણ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા, અને તેઓનું નાત મળે સમાધાન પણ થયું ન હતું, દરમિયાન ગઈકાલે ડાઇબેન અને તેના પ્રેમી પતિ મુનરાજ પોતાના ઘેર હતા, જે દરમિયાન પૂર્વ મંગેતર તોગા સોમા હાજાણી ઉપરાંત તેની સાથે ભીખરાજ નારણભાઈ હાજાણી, શિવરાજ ભુટાભાઈ હાજાણી, અને એભલ નારણ હાજાણી કે જેઓ ચારેય આવ્યા હતા, અને અપશબ્દો ઉચ્ચારી જાનથી માટે નાખવાની ધમકી આપી હોવાથી મામલો મેઘપર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ચારેય સામે ફરિયાદ નોંધાવતાં એ.એસ.આઈ વી.સી. જાડેજાએ ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.