એસ.પી.જી.ના સંમેલનના ફલોપ શો બાદ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને લાખોનો ધુંબો માર્યો
કુવાડવા મેઈન રોડ પર 80 ફૂટ રોડ નજીક આવેલા કાર્તિક પાર્ટી પ્લોટમાં 2023માં યોજાયેલા એસપીજી ગ્રુપના સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકરોના સંમેલનમાં મંડપ સર્વિસ અને કેટરિંગ વગેરે મળી થયેલા ખર્ચ પેટેના રૂૂા.5.50 લાખ ઈવેન્ટ મેનેજમેન્ટનાં ધંધાર્થી ચિરાગ કિશોરભાઈ લુણાગરીયા (ઉ.વ.34, રહે. રાજલક્ષ્મી સોસાયટી, મોરબી રોડ)ને નહીં આપી એસપીજી ગ્રુપના સૌરાષ્ટ્ર ઝોનના પૂર્વ અધ્યક્ષ કલ્પેશ જગજીવનભાઈ રાંક (રહે. જેતપુર)એ છેતરપિંડી કર્યાની બી-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ચિરાગભાઈએ પોલીસને જણાવ્યું કે તે પાર્ટી પ્લોટમાં મંડપ સર્વિસનું કામ કરે છે.તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે સિતારામ કેટરર્સ નામે કેટરર્સ ચલાવે છે. 2023માં રાજકોટ જિલ્લા એસપીજી પ્રમુખ અશ્વિનભાઈ મોલીયા મારફતે તેનો આરોપી કલ્પેશ રાંક સાથે સંપર્ક થયો હતો. જે-તે સમયે તેને એસપીજી ગ્રુપના કાર્યકરોનું સંમેલન કરવું હોવાથી અશ્વિનભાઈની ઓફિસે મુલાકાત થઈ હતી. આ સમયે કાર્તિક પાર્ટી પ્લોટમાં સંમેલન કરવાની વાતચીત થઈ હતી.જે મંડપ સર્વિસ ડેકોરેશન વગેરે મળી તેનું રૂૂા.પ લાખનું એસ્ટિમેન્ટ નિકળ્યું હતું.
ત્યાર બાદ 23-11-2023ના સંમેલન કરવાનું નકકી કરાયું હતું. બીજી તરફ તે તેના મિત્ર જીતુભાઈ સાથે ભાગીદારીમાં કેટરર્સ ચલાવતા હોવાથી મંડપ સર્વિસ સાથે પ હજાર માણસોનું જમવાનો ઓર્ડર પણ તેને જ અપાયો હતો. જેમાં એક ડિશના રૂૂા.70 નકકી કરાયા હતા. આ સંમેલનમાં 3 હજાર માણસો આવ્યા હતા. જેમાં મંડપ સર્વિસ, પાર્ટી પ્લોટ અને કેટરર્સ વગેરે મળી રૂૂા.8.50 લાખ હિસાબના થયા હતા. જેના બીજા દિવસે આરોપીએ રૂૂા. 3 લાખ તેને આપી બાકીના રૂૂા.5.50 લાખ આઠ-દસ દિવસમાં આપવાની વાત કરી હતી ત્યાર બાદ પણ અવાર નવાર મારા લેણા રૂૂપિયાની ઉઘરાણી કલ્પેશભાઈ પાસે કરતા તેઓ મને વાયદાઓ આપતા અને કહેતા હતા કે મારે પેમેન્ટ આવવાનું છે તે આવે એટલે તમારા રૂૂપિયા આપી દઈશ જેથી ચિરાગભાઈએ તેમના ઉપર વિશ્વાસ મુકેલ અને રાહ જોયેલ પરંતુ તેઓને રૂૂપિયા આપેલ નહી અને બીલ ચુકવવાના હોય જેથી ચિરાગભાઈએ પર્સનલ લોન તેમજ દાગીના ઉપર તેમજ ગાડી ઉપર લોન લઈને બીલ ચુકવેલ હતા.
બાદ ઘણો સમય થવા છતા કલ્પેશભાઈએ પૈસા ના ચુકવતા ચિરાગભાઈએ કલ્પેશ ભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરતા તેઓએ જણાવેલ કે તમે ચિંતા ના કરો હું તમને તમારા રૂૂપિયા વ્યાજ સહિત ચુકવી આપીશ.પરંતુ આરોપી પાસે અવાર-નવાર રૂૂપિયાની ઉઘરાણી કરવા છતાં નહીં આપતા અંતે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એ.બી.ચૌધરી સહિતના સ્ટાફે તપાસ શરૂૂ કરી હતી.