For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિરના જંગલમાં વીરૂ બાદ જયની ડણક પણ શાંત

12:15 PM Jul 30, 2025 IST | Bhumika
ગિરના જંગલમાં વીરૂ બાદ જયની ડણક પણ શાંત

ટૂંક સમયમાં જુગલ જોડીએ વિદાય લેતા પ્રકૃતિપ્રેમીઓમાં શોક

Advertisement

એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ મેળવી શક્યા નહીં. અત્યંત ભારે હ્રદય સાથે વન્યજીવપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજે જયના અવસાનથી ઘણું જ દુ:ખ થઈ રહ્યું છે.

ખૂબ જ લાંબી અને વિરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. જય-વીરુની અદ્ભૂત જોડીની હાજરી જેણે માણી છે કે તેમના લગાવની વાતો સાંભળી છે તે દરેક વન્યજીવ પ્રેમી માટે આ વ્યક્તિગત ખોટ છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગમાં તેમના આત્માનો અવાજ સદા ગૂંજતો રહેશે.

Advertisement

ગીરના હ્રદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement