રાજકોટ જેલમાં દુષ્કર્મ-હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો ફરાર કેદી પકડાયો
બે વર્ષથી ફરાર કેદી બિહાર જતો રહ્યો હતો: રાજકોટ જેલ હવાલે કરાયો
રાજકોટ મધ્યસ્થ જેલમાં દુષ્કર્મ/ મર્ડરના ગુનામાં આજીવન સજા ભોગવી રહેલો આરોપી પેરોલ રજા ઉપરથી છેલ્લા બે વર્ષથી ફરાર થયેલ હતો જે આરોપીને બિહાર રાજયના નવાદા જિલ્લા ખાતેથી મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી લીધો હતો.
મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત જયેશભાઇ વાઘેલા તથા વિક્રમભાઇ રાઠોડને હકિકત મળી હતી કે, મોરબી તાલુકામાં વર્ષ 2018 માં દુષ્કર્મ અને મર્ડરનો બનાવ બન્યો હતો જે ગુનાના પાકા કામનો આરોપી સુરજકુમાર ગોરેલાલ ચૌહાણ રહે. પ્લેટીનિયમ બ્યુટી કંપની કવાટર્સ તાલુકો મોરબી મૂળ રહે.જોરાવર બિધા તાલુકો નારદીગંજ જિલ્લો નવાદા (બિહાર) વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી હતો અને હાઇકોર્ટમાંથી 2023 માં તા.1/6/2023 થી દિન-21ની પેરોલ રજા મેળવી હતી અને જેલ મુકત થયો હતો જો કે, આરોપીને તા.23/6/2023 ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતું પરંતુ પરત આવવાને બદલે ફરાર હોય જે કેદીને બાઘી બરડીહા ઠેકાપર ગામ તાલુકો નવાદા (બિહાર) ખાતેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરાયો હતો.