10 બૂટલેગર અને માથાભારે તત્વોના ઘરોમાંથી 12.10 લાખની વીજ ચોરી પકડાઇ
જામનગર શહેરના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા દારૂૂના ધંધાર્થીઓ અથવા તો માથા ભારે શખ્સોના ઘરમાં આજે ફરીથી ચેકિંગ દરમિયાન 10 મકાનમાંથી વીજ ચોરી પકડાઇ છે, અને તેઓને રૂૂપિયા 12લાખ 10 હજાર ના વિજ ચોરીના પુરવણી બિલ અપાયા છે. ઉપરાંત તેઓ સામે અલગથી વીજ ચોરી ના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.
જામનગરના સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી.પી. ઝા ના માર્ગદર્શન હેઠળ અલગ અલગ 4 પોલીસ ટુકડી દ્વારા બેડી-બેડેશ્વર, નવાગામ ઘેડ અને ગુલાબ નગર સહિતના વિસ્તારના વિજ તંત્રને સાથે રાખીને વીજ ચેકિંગ કરાયું હતું.
સમગ્ર દિવસ દરમિયાન ઉપરોક્ત ચારેય સ્થળોએ થી ચેકિંગ દરમિયાન 10 બુટલેગર અથવા માથાભારે તત્વો ના રહેણાક મકાનમાંથી વિજ ચોરી પકડાઈ હતી, જેથી તેઓ સામે અલગથી વિજ ચોરી અંગેના ગુના દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓને કુલ 12,10,000 ના પુરવણી બીલો આપવામાં આવ્યા છે.
જેમા કુલ 10 અસામાજિક તત્વો જોખીયા હુસેન અલીમામદ, જોખીયા બિલકીસ બશીરભાઈ, મદવાણી હારુન દાઉદભાઈ, જેતુનબેન રસીદભાઈ ચંગડા, દલ સંધી ઓસમાણ હબીબભાઈ, સુમિત્રાબેન મયુરભાઈ સિંગાળા, ધવળ સુનિલભાઈ વિપુલભાઈ, અશોકભાઈ શરદભાઈ સિંગાળા, ઇકબાલભાઇ ઉમરભાઇ નાયક, અને મંજુબેન નરશીભાઈ બાંભણીયા ને ત્યાંથી વીજ ચોરી પકડાઈ હોવાથી તમામ સામે વીજ પોલીસ મથકમાં અલગથી ગુના દાખલ કરવામાં આવ્યા છે.