ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે સવારે ક.પરાવિસ્તારમાં રહેતા વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કરચલીયા પરા રૂૂખડીયા હનુમાન મંદિર નજીક રહેતા છનાભાઈ ગોરધનભાઈ ગોહિલ ઉ.વ.62 આજે સવારે 8 વાગે શહેરના સુભાષનગર આવાસ યોજના નજીક થી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ એ છરી વડે તેના ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાસી છૂટ્યો હતો. આ બનાવ ની જાણ થતા જ ઘોઘા રોડ પોલીસ નો સ્ટાફ, એલસીબી પોલીસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
સવારે બનેલા આ બનાવથી લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. આ ઘટના કયા કારણોસર બની તે અંગે ભારે સસ્પેન્સ સર્જાયો છે. મૃતક વૃધ્ધ ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા શખ્સે તેની લોથ ઢાળી દીધી હતી ત્યારે બન્ને વચ્ચે કોઈ જુની દુશ્માનવટ છે કે કેમ ? તેમજ આરોપી કોણ છે ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. આરોપી હત્યા બાદ નાસી છુટયો હોય પોલીસે આસપાસના નજરે જોનાર લોકોના નિવેદનો તેમજ સીસીટીવીના આધારે ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.