ગોંડલમાં વૃદ્ધાને બેભાન બનાવી 79 હજારની લૂંટ, રાજકોટનું દંપતી ઝડપાયું
વિધવા પેન્શન માટે બેંકે ગયેલા વૃદ્ધાને જ્યુસમાં ઘેની પ્રવાહી પીવડાવી બેભાન કરી રોકડ અને દાગીનાની લૂંટનો ભેદ ખુલ્યો
ગોંડલમાં વિધવા સહાય માટે પેન્શન લેવા બેંકે જવા નીકળેલા વૃદ્ધ મહિલા ને જ્યુસમાં ઘીની પ્રવાહી પીવડાવીને બેભાન કર્યા બાદ વૃધ્ધાએ પહેરેલ સોનાના દાગીના અને રોકડ સહિત 79000ની લૂંટ ચલાવનાર રાજકોટના દંપતીને ગોંડલ પોલીસે ઝડપી લઈ વધુ પૂછપરછ શરૂૂ કરી છે.
ગોંડલમાં કુંભારવાડામાં હાઈસ્કૂલની બાજુમાં રહેતા પુરીબેન ભીખુભાઈ પરમાર ઘરેથી વિધવા સહાયનુ પેન્સન લેવા કડીયા લાઇનમાં આવેલ એસ.બી.આઇ. બેંકમા ગયેલ અને બેંકમાથી બહાર આવતા એક અજાણ્યો પુરૂૂષ તથા એક અજાણ્યા બહેન તેમની પાસે આવેલ અને અજાણ્યા બહેને ઓળખાણ કઢાવવા લાગેલ અને કહેલ કે, માજી હુ તમને નાનપણથી ઓળખુ છુ અને કહેવા લાગેલ કે, તડકો વધારે છે, બેસો હુ તમારી માટે જ્યુશ લઈ આવુ તેમ કહી તે થોડી જ વારમા જ્યુશ લઈ આવી અને વૃધ્ધા પાસે બેસી વાતચીત કરવા લાગેલ હતી.
તમને જ્યુશ આપતા તે જ્યુશ પીધા બાદ પુરીબેનને ચક્કર આવવા લાગેલ ત્યારે ત્યાં હાજર બહેને માજી તમે પડી જશો, લાવો હું તમને હાથ પકડીને લઈ જાવ તેમ કહી હાથ પકડીને મને ક્યાંક લઈ જતા હતા. તેની સાથે રહેલ શખ્સ તેનુ સ્કુટર લઈને પાછળ આવ્યો અને થોડે આગળ જતા પુરીબેન બેભાન થઈ જતા તેમના કાનમાં પહેરેલ બુટીયા, વાળી તથા ડોકમા પહેરેલ માંદળીયુ, મારા બ્લાઉઝમા રહેલ પાકીટ દંપતીએ કાઢવા માટે બળજબરી કરતા પુરીબેને તેને રોકતા મહીલા એ પુરીબેનને ત્રણ-ચાર ફડાકા મારી પેરેલ સોનાના દાગીના અને રોકડ મળી રૂૂપિયા 79,000 ની મતા લૂંટી નાસી ગયા હતા.
આ ઘટના બાદ પુરીબેનના પાડોશી ત્યાંથી પસાર થતા તેમણે પુરીબેનના પુત્ર રસિકભાઈ ને જાણ કરી હતી. આ મામલે રસિકભાઈ ભીખુભાઇ પરમાર (ઉ.વ.37) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની તથા માતા સાથે રહે છે. તેમજ શની ઇન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ કરે છે. ગઇ તા.29 ના સવારના આશરે સાડા અગીયારેક વાગ્યે તેઓ ઘરે હતાં ત્યારે પાડોશમાં રહેતા દિનેશભાઈ દેવીપુજકનો ફોન આવેલ કે, તે રીક્ષા લઈને સેન્ટ્રલ ચોકથી પોસ્ટ ઓફીસ બાજુ નિકળતા તમારા બા પુરીબેનને હનુમાનથી સેન્ટ્રલ ચોક બાજુ જતા રોડ તરફ જલારામ બેકરીની સામે રોડ ઉપર અર્ધ બેભાન હાલતમા બેઠા છે, તો તેમને શુ થયુ છે, આવીને જુઓ તેમ કહેતા તેઓ પત્ની સંગીતા અને પડોશી સાથે તુરત જ ત્યાં ગયેલ અને જોયુ તો બા પુરીબેન જલારામ બેકરીની સામે રોડની બાજુમા અર્ધ બેભાન હાલતમાં હતા.
પુરીબેનના કાનમા પહેરેલા સોનાના બુટીયા તથા સોનાની વાળી(કડી) જોવામા આવેલ નહિ, બાદમાં તેઓને ઘરે અને ત્યાંથી 108 મારફત સારવાર માટે સરકારી હોસ્પીટલ ગોંડલ ખાતે લઈ ગયેલ અને ત્યાંથી વધું સારવાર અર્થે રાજકોટ ખસેડેલ હતાં. સારવાર દરમ્યાન તેઓના બા પુરીબેનને બીજા દિવસે ભાનમાં આવતા, તેમની સાથે શુ બનાવ બન્યો હતો તે બાબતે પૂછતાં સમગ્ર હકીકત જાણાવી હતી જેથી બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ પોલીસે ગુનો નોંધી તપાસ કરી રાજકોટના દંપતીને દબોચી લઈ પૂછતાછ હાથ ધરી મુદામાલ કબ્જે કરવાં તજવીજ હાથ ધરી છે.