બેડી ગામે શેરીમાંથી વાહન ધીમું ચલાવવાનું કહેતા વૃદ્ધ પર ધારિયા અને પાઇપ વડે હુમલો
બેડી ગામે શેરીમાંથી ફૂલ સ્પીડે વાહન લઇ નીકળેલા શખ્સને વૃધે અટકાવી તેમને વાહન ધીમે ચલાવવાનું કહેતા બે શખ્સોએ મારમાર્યો હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ મથકમાં નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,બેડી નજીક મોહનભાઇ જાદવભાઇ નંદાણીયા(ઉ.વ.61)એ ફરિયાદમાં બેડી ગામના સુરેશ જેન્તીભાઈ વડેચા અને તેમનાભાઈ બાબુભાઈ જેન્તીભાઈ બંને સામે ફરિયાદ નોંધાવી છે.ગઇ તા.02/05ના રોજ સાંજના હું બેડી ગામ વિશાલ રેસ્ટોરન્ટ સામે ગાત્રાળ પાન પાસે હતો ત્યારે અમારા ગામના સુરેશભાઈ જેન્તીભાઈ વડેચા મને જોઈ જતા મને કહેવા લાગેલ કે અમારી શેરીમાંથી કેમ નીકળસ અમારી ડેલી સામે જોતો નહી તેમ કહી ત્યાથી જતો રહેલ હતો બાદ હુ મારા કામ અર્થે રાજકોટ ગયેલ હતો બાદ રાત્રીના નવેક વાગ્યે હુ ઘરે ગયેલ ત્યારે મારા પત્ની હંસા એ મને વાત કરેલ કે આજ સાંજના સાડા છ વાગ્યાની આ સપાસ હુ તથા જયદીપના પત્ની કાજલ એમ બન્ને ઘરે હતા ત્યારે આ સુરેશ વડેચા આપણા ઘરે આવેલ અને અમોને કહેવા લાગેલ કે તમારા ઘર વાળાને તમારા ઘરની બહાર કાઢતા નહી નહીતર હુ તેના ટાટીયા ભાંગી અને મારી નાખીશ તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા.
પછી તે જતો રહેલ હતો તેમ મારા પત્ની હંસાએ મને વાત કરેલ બાદ જમી પરવારીને હુ રાજકોટ મોરબી હાઇવે મધુરમ હોસ્પીટલની સામે આવેલ શ્રી પાન નામની હોટલે હતો ત્યારે રાત્રીના આ સુરેશભાઈ તથા તેનો સગો ભાઈ બાબુભાઈ તથા એક અજાણ્યો વ્યક્તિ મારી પાસે આવેલ અને આ સુરેશભાઈ પાસે ધારીયુ હતુ અને એક અજાણ્યા વ્યકતિ તેના હાથમાં લોખંડનો પાઈપ હતો બાદ આ સુરેશભાઇ તથા તેનો ભાઈ બાબુભાઇ બન્ને મને ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ કે આજ તો તારા ટાટીયા ભાંગી જ નાખવા છે અને તને પતાવી દેવો છે તેમ કહી આ સુરેશભાઈએ મને ધારીયા વડે મારતા ડાબા હાથમાં ત્રણ ઘા માર્યા હતા અને તેની સાથે રહેલ એક અજાણ્યા વ્યકતિએ પાઇપ વડે મને ડાબા પગમાં બે ત્રણ ઘા માર્યા હતા અને બાબુભાઈએ મને ઢીકાપાટાનો માર મારવા લાગ્યા હતા.આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.