નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા મોટી બહેને કર્યુ અગ્નિસ્નાન
મોરબીના રંગપર બેલા ગામનો બનાવ: યુવતી સારવારમાં
મોરબીના રંગપર બેલા ગામે રહેતી પરપ્રાંતિય યુવતીએ નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવતા શરીરે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ. જે ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
જાણવા મળતી વિગત મુંજબ રંગપર બેલા ગામે સિરામીકના કારખાનમાં રહેતી સબનમ સતારભાઇ શાહ (ઉ.વ.30) નામની યુવતીએ ગત મોડી રાત્રે બાઇકમાંથી પેટ્રોલ કાઢી કંપનીના રૂમના પગથીયા પર જાતે જ શરીરે પેટ્રોલ છાંટી અગિન્સ્નાન કરી લેતા તેણીને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સબનમ મુળ યુ.પીની છે. તેનો ભાઇ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. 10 દિવસથી કોન્ટ્રાક્ટ મૂકી દેતા રૂા.17 હજાર લેવાના હોય અને સબનમને વતનમાં જવુ હોય ભાઇએ રૂપિયા આવે પછી જવાનુ કહ્યુ હતુ. જે બાબતે સબનમને નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.